For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગંગા સફાઇ યોજના નિષ્ફળ, પ્રદુષણ ફેલાવાથી મોટી સંખ્યામાં માછલીઓ મરી

ઉત્તરપ્રદેશના રાયબરેલીમાં જીવન-સાથી ગંગા નદી પ્રદૂષિત થઈ છે. ગંગા નદીમાં માછલીઓની મરવાની સંખ્યા ઓછી થવાનું નામ જ નથી લેતી.

By Lekhaka
|
Google Oneindia Gujarati News

ઉત્તરપ્રદેશના રાયબરેલીમાં જીવન-સાથી ગંગા નદી પ્રદૂષિત થઈ છે. ગંગા નદીમાં માછલીઓની મરવાની સંખ્યા ઓછી થવાનું નામ જ નથી લેતી. ભાજપ સરકાર ખાલી બોલવવા ખાતર ગંગાની સ્વચ્છતા વિશે વાત કરતી હોય તેમ લાગે છે, વાસ્તવિકતા તો કઈ અલગ જ દેખાઈ રહી છે. ત્યાં જ સરકારી અધિકારીઓ આ મુદ્દાથી દૂર ભાગતા નજરે પડી રહ્યા છે. કશું બોલવા માટે કોઈ તૈયાર નથી.

swachh ganga

કહી દઈએ કે લગભગ એક મહિના પહેલા પણ રાયબરેલીમાં ગંગા નદીમાં હજારો માછલીઓ મૃત્યુ પામી હતી. મૃત્યુ પામનારી માછલીઓની સંખ્યાને લઈને અધિકારીઓ તપાસ કરવા જરૂર આવ્યા હતા પરંતુ ફક્ત ભોજન કર્યા બાદ પાછા જતા રહ્યા હતા. અધિકારીઓએ કોઈ કાર્યવાહી હાથ ધરી ન હતી. રાયબરેલીના વીઆઇપી ઘાટ થી લઈને લગભગ તમામ ઘાટ પરથી મરેલી માછલીઓ મળી હતી. ગંગામાં સ્નાન કરવા આવેલા તીર્થયાત્રીઓએ મૃત્યુ પામેલી માછલીઓ વિશે તેમના યાત્રાળુઓને કહ્યું હતું. જેના પર યાત્રાળુઓએ તાલુકા પ્રશાસનને મૃત માછલીઓ વિશે માહિતી આપી હતી.
swachh ganga

ગંગા નદીમાં માછલીઓનું મૃત્યુને લઈને ઘાટ પર લોકો વિવિધ પ્રકારની ચર્ચા કરવા લાગ્યા. સૂચના પર પહોંચેલા તાલુકા અધિકારીઓએ માછલીઓ કયા કારણથી મુત્યુ પામી રહી છે તેની તપાસને લઇ સંબંધિત વિભાગને કહીને તપાસ કરાવવાની વાત કરી હતી. ત્યાં જ માછલીઓને સ્થાનિક માછીમારો દ્વારા બોક્સમાં ભરવાનું આખી રાત સુધી ચાલુ હતું. શહેરના કિનારે રહેતા લોકોએ જણાવ્યું હતું કે માછીમારો દ્વારા બૉક્સમાં માછલી ભરીને વ્યાપારમાં મોકલવામાં આવી છે. આ વાતને લઈને સમય રહેતા જો અધિકારીઓએ આ બાબતે ધ્યાન ન આપ્યું તો માછલી ખરીદનાર વ્યકતિઓ બીમારીનો ભોગ બની શકે છે.

પ્રશાસનનું શું કહેવું છે

ઉપજિલ્લા અધિકારી પ્રદીપ કુમાર વર્માએ કહ્યું કે આ કેસને લઈને જિલ્લા અધિકારીને જાણ કરી દેવામાં આવી છે.

English summary
Swachh Ganga plan seems to fail, number of fishes dies due to pollution
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X