For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મહાત્મા ગાંધીની હત્યાની ઉજવણી કરનાર આજે સત્તામાં છે: સ્વરા ભાસ્કર

અભિનેત્રી સ્વરા ભાસ્કર ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે મહાત્મા ગાંધીની હત્યાની ઉજવણી કરનાર આજે સત્તામાં છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

અભિનેત્રી સ્વરા ભાસ્કર ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે મહાત્મા ગાંધીની હત્યાની ઉજવણી કરનાર આજે સત્તામાં છે. દિલ્હીમાં મીડિયા સાથે વાતચીત દરમિયાન સ્વરાએ કહ્યું કે ખાલિસ્તાનની માંગ જયારે ચાલી રહી હતી ત્યારે પંજાબમાં ભીંડરાવાલાને કેટલાક લોકો સંત કહેતા હતા, તો શુ તેમને જેલમાં નાખી દેશે? આ દેશના મહાન નેતા મહાત્મા ગાંધીની હત્યા થયી. ત્યારે ઘણા લોકો ગાંધીની હત્યાની ઉજવણી કરી રહ્યા હતા, તે લોકો આજે સત્તામાં છે. શુ તમે જેલમાં નાખશો તેનો જવાબ નથી.

swara bhaskar

અભિનેત્રી સ્વરા ભાસ્કર સતત અલગ અલગ મામલે પોતાનો પક્ષ રાખે છે. સોશ્યિલ મીડિયા પર પણ તે ખુબ જ લોકપ્રિય છે. તેમને દક્ષિણપંથી વિચારધારાના આલોચક માનવામાં આવે છે. હાલમાં જ વામપંથી વિચારકોની ધરપકડ અંગે તેમને સખત વિરોધ કર્યો હતો. આ ધરપકડની નિંદા કરતા અભિનેત્રી સ્વરા ભાસ્કર ઘ્વારા જણાવવામાં આવ્યું હતું કે ભારતીય જેલ ફકત લેખકો, માનવાધિકાર કાર્યકર્તાઓ અને શિક્ષાવિદો અને બાળકોનો જીવ બચાવનાર ડોક્ટરો માટે છે.

English summary
Swara Bhaskar says the people who assassinated mahatma gandhi is in power today
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X