For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જવાહરલાલ નહેરુ ક્યાંથી લડી રહ્યા છે ચૂંટણી, હું તેમને મત આપીશઃ સ્વરા ભાસ્કર

સ્વરા ભાસ્કરે પણ લોકસભા ચૂંટણીને જોતા એક ટ્વીટ કર્યુ છે, જે ઘણુ વાયરલ થઈ રહ્યુ છે.

|
Google Oneindia Gujarati News

બોલિવુડ અભિનેત્રી સ્વરા ભાસ્કર સોશિયલ મીડિયા સાઈટ ટ્વીટર પર ખૂબ જ સક્રિય રહે છે. ભલે તે રાજકીય મુદ્દાઓ હોય કે સામાજિક કે પછી બોલિવુડ સાથે જોડાયેલા મુદ્દા, અલગ અલગ મુદ્દાઓ પર ઘણીવાર સ્વરા ભાસ્કર સોશિયલ મીડિયા પર પોતાની વાત મૂકે છે. આવુ જ એક ટ્વીટ તેમણે ગુરુવારે કર્યુ. આ ટ્વીટમાં તેમણે વર્તમાન રાજકીય સ્થિતિ પર પ્રતિક્રિયા આપી છે. વાસ્તવમાં હાલમાં લોકસભા ચૂંટણી 2019 વિશે રાજકીય પારો ગરમાયેલો છે. બધા મુખ્ય પક્ષો લોકસભા ચૂંટણીની તૈયારીઓમાં લાગેલા છે. એવામાં સ્વરા ભાસ્કરે પણ લોકસભા ચૂંટણીને જોતા એક ટ્વીટ કર્યુ, જે ઘણુ વાયરલ થઈ રહ્યુ છે.

સ્વરાનું ટ્વીટ, હું જવાહરલાલ નહેરુને મત આપીશ

સ્વરા ભાસ્કરે ગુરુવારે એક ટ્વીટ કર્યુ જેમાં તેમણે પૂછ્યુ, ‘લોકસભા ચૂંટણી 2019માં પંડિત જવાહરલાલ નહેરુ કયા મતવિસ્તારમાંથી ઉભા છે??? તેમના વિશે છેલ્લા પાંચ વર્ષમાં એટલુ સાંભળ્યુ છે કે મને લાગે છે કે હું તેમને જ મત આપીશ!!!'

વર્તમાન રાજકીય સ્થિતિ પર સ્વરાએ કર્યુ ટ્વીટ

વર્તમાન રાજકીય સ્થિતિ પર સ્વરાએ કર્યુ ટ્વીટ

સ્વરા ભાસ્કરે પોતાના આ ટ્વીટ દ્વારા એક રીતે વર્તમાન રાજકીય સ્થિતિ પર કટાક્ષ કર્યો છે. તેમણે પોતાના ટ્વીટ દ્વારા એ જણાવવાની કોશિશ કરી છે કે પૂર્વ પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નહેરુના નામનો ઉલ્લેખ છેલ્લા અમુક વર્ષોથી સતત થઈ રહ્યો છે. કોઈને કોઈ બહાને રાજકીય દળોએ તેમને યાદ કર્યા છે. આ કોઈ પહેલી વાર નથી જ્યારે સ્વરા ભાસ્કરે કોઈ રાજકીય મુદ્દે પોતાની પ્રતિક્રિયા આપી છે.

આ પહેલા કન્હૈયા વિશે કર્યુ ટ્વીટ, કરી હતી ખૂબ પ્રશંસા

સ્વરા ભાસ્કરે આ પહેલા જેએનયુના પૂર્વ છાત્ર સંઘ અધ્યક્ષઅને બેગુસરાયથી સીપીઆઈના ઉમેદવાર કન્હૈયા કુમાર વિશે એક ટ્વીટ કર્યુ હતુ. 30 માર્ચના રોજ કરાયેલા આ ટ્વીટમાં તેમણે કન્હૈયા કુમારની ખૂબ પ્રશંસા કરતા લખ્યુ, ‘બોલ કે લબ આઝાદ હે તેરે, બોલ જબાન અબ તક તેરી હે... કન્હૈયા કુમાર એક નેતા જ નહિ એક પ્રશંસનીય અને સુંદર વક્તા પણ છે. આશા છે કે તે આ કૌશલ અને પોતાની ઉમેદવારીને સંસદમાં સુંદર રીતે રજૂ કરશે. તમારી પાસે ગુમાવવા માટે કંઈ પણ નથી અને જીતવા માટે આખી દુનિયા છે.'

આ પણ વાંચોઃ વાયનાડમાં રાહુલ ગાંધીઃ મારી લડાઈ પીએમ મોદી સામે, CPM વિરોધી કંઈ નહિ બોલુઆ પણ વાંચોઃ વાયનાડમાં રાહુલ ગાંધીઃ મારી લડાઈ પીએમ મોદી સામે, CPM વિરોધી કંઈ નહિ બોલુ

English summary
Swara Bhasker Tweets Which constituency Pandit Jawahar lal Nehru standing from in Lok Sabha Elections 2019
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X