
સ્વાતિ માલીવાલે સ્પા સેન્ટર પર દરોડા પાડ્યા, ચાલી રહ્યો હતો ગંદો ખેલ
નવી દિલ્હીઃ દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતિ માલીવાલ ફરી એકવાર ચર્ચામાં છે. જણાવી દઈએ કે દિલ્હી મહિલા આયોગની ટીમે રાજધાનીના તિલક નગર વિસ્તારમાં સ્પા અને મસાજ સેન્ટરના નામે ચાલી રહેલ સેક્સ રેકેટનો ભાંડોફોડ કર્યો છે. આયોગના હેલ્પલાઈન નંબર 181 પર કોઈ અજાણ્યા શખ્સે ફોન કરી સૂચના આપી કે કોરોના મહામારી છતાં તિલક નગરમાં કેટલાય સ્પા સેન્ટર ચાલી રહ્યા છે. શખ્સે એમ પણ જણાવ્યું કે આ સ્પા સેન્ટરમાં મસાજના નામ પર દેહ વેપારનો ધંધો ચાલી રહ્યો છે. સૂચના મળ્યા બાદ દિલ્હી મહિલા આયોગે દરોડા પાડવા માટે એક ટીમની રચના કરી.

કોન્ડોમ જપ્ત કર્યા
સ્વાત માલીવાલે પોતાની ટીમ અને દિલ્હી પોલીસની સાથે મળી તિલક નગર વિસ્તારમાં ચાલી રહેલ અમેજિંગ સ્પા નામના મસાજ પાર્લર પર છાપો માર્યો. દરોડા દરમિયાન ઉપયોગ કરાયેલા કેટલાય કોન્ડમ જપ્ત કરવમાં આવ્યાં. મહિલા આયોગની ટીમે રિસેપ્શનિસ્ટથી સ્પા સેન્ટરના માલિકને ફોન કરવા માટે કહ્યું, પરંતુ જેવી જ તેને દરોડાની જાણકારી મળી, તેણે પોતાનો મોબાઈલ ફોન બંધ કરી લીધો.

ઘટનાથી પોલીસ અજાણ
મામલાની જાણકારી પોતાના ટ્વિટર હેન્ડલ પર શેર કરતા સ્વાતિ માલીવાલે જણાવ્યું, તિલક નગરમાં અમે સોમવારે મોડી રાતે પોલીસ સાથે સ્પા સેન્ટરમાં સેક્સ રેકેટનો ભાંડાફોડ કર્યો. જ્યાં એક તરફ કેન્દ્ર સરકારની ગાઈડલાઈન્સ સ્પા ખોલવા પર પ્રતિબંધ લગાવે છે, ત્યાં દિલ્હી પોલીસ અને MCDના નાક નીચે સ્પા સેન્ટરના નામે દેહ વેપાર ફરીથી શરૂ થઈ ગયો છે. FIR નોંધવામાં આવી છે, પોલીસ કેમ અજાણ છે?
બિહાર, ઓરિસ્સા અને ઝારખંડમાં ભારે વરસાદનું અલર્ટ, પ્રશાસનની ચિંતા વધી

પોલીસે સીસીટીવી ફુટેજ કબ્જામાં લીધા
દિલ્હી પોલીસના અધિકારીઓ મુજબ સ્પા સેન્ટરની સીસીટીવી ફુટેજને પોલીસે કબ્જામાં લીધો અને અવસર પર મળેલ ગ્રાહકને પૂછપરછ માટે પોલીસ સ્ટેશને લઈ જવામાં વ્યા. પોલીસે સ્પા સેન્ટરમાં કામ કરતી છોકરીઓના નિવેદન પણ નોંધાયા છે. મામલાને લઈ દિલ્હી પોલીસે આઈપીસીની કલમ 269 અને 270 અંતર્ગત એફઆઈઆર નોંધતા તપાસ શરૂ કરી દીધી છે. આ ઘટનાની સૂચના મળ્યા બાદ આજુબાજુના અન્ય સ્પા સેન્ટર માલિકોએ પણ પોતાની દુકાનો બંધ કરી દીધી.