For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સ્વિસ બેંકે ભારતને 34 લાખ ખાતાઓની માહિતી આપી!

સ્વિસ બેંકમાં બ્લેક મની રાખનારા લોકો માટે મુશ્કેલી વધવાના સમાચાર છે. ભારત સરકાર તબક્કાવાર સ્વિત્ઝર્લેન્ડની સ્વિસ બેંકમાં કાળા નાણાં ધરાવનારાઓની માહિતી મેળવી રહી છે.

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી : સ્વિસ બેંકમાં બ્લેક મની રાખનારા લોકો માટે મુશ્કેલી વધવાના સમાચાર છે. ભારત સરકાર તબક્કાવાર સ્વિત્ઝર્લેન્ડની સ્વિસ બેંકમાં કાળા નાણાં ધરાવનારાઓની માહિતી મેળવી રહી છે. ભારતે સ્વિટ્ઝર્લેન્ડ સાથે માહિતીના સ્વચાલિત વિનિમય કરાર હેઠળ તેના નાગરિકો અને સંસ્થાઓના સ્વિસ ખાતાઓની માહિતીની ચોથી સૂચિ પ્રાપ્ત થઈ છે. ભારત સિવાય 101 દેશો સાથે તેમના નાગરિકોના સ્વિસ બેંક ખાતાની માહિતી શેર કરવામાં આવી છે. બેંકે લગભગ 34 લાખ ખાતાઓની વિગતો શેર કરી છે.

Swiss bank

ભારત અને સ્વિટ્ઝર્લેન્ડ પહેલાથી જ માહિતીના આદાન-પ્રદાન અંગે સમજૂતી પર પહોંચી ગયા છે. આ સિસ્ટમ હેઠળ સ્વિસ બેંક ખાતાઓની માહિતી સરકારને સોંપવામાં આવે છે. આ બેંક ખાતાઓની આ ચોથી યાદી છે. બેંક અનુસાર, નાણાકીય ખાતાઓ સાથે સંબંધિત માહિતી ભારત સાથે શેર કરવામાં આવી છે, જેમાં વ્યક્તિઓથી લઈને કંપનીઓ અને સંસ્થાઓના નામ સામેલ છે. ચોથી યાદી સોંપ્યા બાદ સ્વિટ્ઝર્લેન્ડ હવે આવતા વર્ષે સપ્ટેમ્બરમાં ભારત સાથે માહિતી શેર કરશે. બંને દેશો વચ્ચે માહિતીના સ્વચાલિત વિનિમયની સિસ્ટમ હેઠળ બેંક ખાતાધારકોની માહિતી સૌપ્રથમવાર વર્ષ 2019માં સ્વિસ બેંક દ્વારા સોંપવામાં આવી હતી. લાંબી વાટાઘાટો બાદ સ્વિટ્ઝર્લેન્ડ ભારતને આ માહિતી આપવા માટે સંમત થયું છે.

તમને જણાવી દઈએ કે સ્વિસ બેંકમાંથી મળેલી આ માહિતી એવા લોકો સામે મજબૂત કેસ ચલાવવા માટે ઉપયોગી સાબિત થઈ રહી છે, જેમણે બ્લેક મની જમા કર્યા છે. સ્વિસ બેંક દ્વારા સરકારને જે માહિતી સબમિટ કરવામાં આવે છે તેમાં ખાતાધારકની ઓળખ, ખાતા અને નાણાકીય માહિતીનો સમાવેશ થાય છે.

English summary
Swiss bank gave information of 34 lakh accounts to India!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X