• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

T20 વર્લ્ડકપ: ભારત બહાર થતાં પાકિસ્તાની સોશિયલ મીડિયા યૂઝર્સ ગેલમાં

By Bbc Gujarati
|
Google Oneindia Gujarati News

ટી20 વર્લ્ડકપમાં રવિવારે ન્યૂઝીલૅન્ડ અને અફઘાનિસ્તાનની વચ્ચે ટક્કર થઈ હતી, જેમાં અપેક્ષા મુજબ જ કિવિઝે અફઘાનિસ્તાનને પરાજય આપ્યો હતો, આ સાથે જ વર્તમાન વર્લ્ડકપ માટે ભારતની યાત્રા સમાપ્ત થઈ ગઈ હતી.

ભારતીય ક્રિકેટ ટીમ સેમિફાઇનલ માટે ક્વૉલિફાય નથી કરી શકી અને સોમવારે નામીબિયા સામેની તેની મૅચ ઔપચારિકતા માત્ર રહેશે અને તેમાં વિજય છતાં કોઈ ફેર નહીં પડે.

જો રવિવારની મૅચમાં અફઘાનિસ્તાનનો વિજય થયો હોત તો ભારતની આશાઓ જીવંત રહેવા પામી હોત.

આ મૅચ પર જેટલી ભારતની નજર હતી એટલી જ રસપૂર્વક પાકિસ્તાનમાં જ જોવાઈ રહી હતી, એટલે જ તેની ચર્ચા ત્યાં પણ વ્યાપક રીતે થઈ હતી.

ટુર્નામેન્ટની શરૂઆતમાં હોટ ફેવરિટ મનાતી ભારતની ટીમ વર્લ્ડકપમાંથી બહાર થતા તથા ડાર્ક હૉર્સ મનાતી પાકિસ્તાનની ટીમ સેમિફાઇનલમાં પહોંચતા સમર્થકો ગેલમાં આવી ગયા હતા.

પાકિસ્તાનના માહિતી અને પ્રસારણમંત્રી ફવાદ ચૌધરીએ ભારતીય ટીમને ટોણો મારતા ટ્વિટર પર લખ્યું, "જો ભારતની ટીમ નામિબિયાની ટીમે ત્રણ ઓવરમાં પરાજય આપી દે તો તે ઍરપૉર્ટ વહેલી પહોંચી શકશે."

https://twitter.com/fawadchaudhry/status/1457402255699763203

ઉસામા કી મીમ્સ નામના ટ્વિટર યૂઝરે હરભજનસિંહના વૉકઓવરવાળા નિવેદન પર ટોણો મારતા લખ્યું, "ભારત ન્યૂઝીલૅન્ડને, ભાઈ વૉકઓવર આપી દો ને."

https://twitter.com/Usamakimemes1/status/1457330222492274688

અન્ય એક યૂઝરે અફઘાનિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ અશરફ ઘનીની તસવીર પોસ્ટ કરી અને લખ્યું, "ભારતે અફઘાનિસ્તાનમાં કરેલું રોકાણ પહેલી વખત ફડચામાં નથી ગયું."

https://twitter.com/tibzalocious/status/1457338642972749825

ઇટ્સ અ રહેમાન નામના ટ્વિટર યૂઝરે લખ્યું, "ભારતે સફળતાપૂર્વક મુંબઈ માટે તથા અફઘાનિસ્તાને કાબુલ ઍરપૉર્ટ માટે ક્વૉલિફાય કર્યું છે."

https://twitter.com/peacekeeper38/status/1457338138821414922

અસ્ફંદયાર ભાટાણીએ લખ્યું કે પાકિસ્તાન સિવાય દક્ષિણ એશિયાની તમામ ટીમો વર્લ્ડકપમાંથી બહાર નીકળી ગઈ છે અને ન્યૂઝીલૅન્ડ, ઇંગ્લૅન્ડ તથા ઑસ્ટ્રેલિયાની ટીમ જ ક્વૉલિફાય કરી શકી છે. જે તેમની ગુણવત્તા અને અનુકૂલન સાધવાની ક્ષમતા વિશે ઘણું કહી જાય છે.

https://twitter.com/BhittaniKhannnn/status/1457331441591795721

નવાઝુદ્દીન સિદ્દિકીની એક તસવીરને પોસ્ટ કરતા ડૉ. ઝાહિદ ચૌધરી નામના યૂઝરે લખ્યું, "મુંબઈ ઍરપૉર્ટ ખાતે ભારતીય ટીમની રાહ જોઈ રહેલા ક્રિકેટ ફેન્સ."

https://twitter.com/zahidch01/status/1457334236902473733

રાહિલ બટ્ટ નામના યૂઝરે લખ્યું, 'પોતાની મૅચ જાતે જીતો.'

https://twitter.com/RahilBashir_/status/1457334338656243717


ભારત, પાકિસ્તાન અને પર્ફૉર્મન્સ

અફઘાનિસ્તાન સામે ભારતને સરળતાથી વિજય મળતા પાકિસ્તાનમાં પાડોશી દેશ અફઘાનિસ્તાનની ટીમ પર મૅચ ફિક્સિંગના આરોપ પણ મૂકવામાં આવ્યા હતા.

પાકિસ્તાન તથા ન્યૂઝીલૅન્ડ સામે પરાજય બાદ અફઘાનિસ્તાન તથા સ્કૉટલૅન્ડ સામે ભારતે સારું પ્રદર્શન કર્યું હતું અને રનરેટ દ્વારા પ્રદર્શન સુધાર્યું હતું, જોકે, ત્યાં સુધીમાં મોડું થઈ ગયું હતું.

રવિવારે ભારતના સેમિફાઇનલ માટે ક્વૉલિફાય થવાનો મદાર ન્યૂઝીલૅન્ડ પર અફઘાનિસ્તાનના વિજય સાથે જોડાયેલો હતો. જેમાં અફઘાનિસ્તાનનો પરાજય થતાં ભારત ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયું હતું.

બીજી બાજુ, પાકિસ્તાનની ટીમે ગ્રૂપ લેવલની તમામ મૅચોમાં વિજય મેળવ્યા છે. ભારત પર પાકિસ્તાનના વિજય બાદ બંને દેશના સોશિયલ મીડિયા યૂઝર્સ, નિષ્ણાતો તથા નિવૃત્ત ખેલાડીઓ એકબીજાને ટોણાં મારી રહ્યા છે.

પાકિસ્તાન ઉપરાંત ઇંગ્લૅન્ડ, ન્યૂઝીલૅન્ડ તથા ઑસ્ટ્રેલિયાએ ફાઇનલ માટે ક્વૉલિફાય કર્યું છે, જે 14મી નવેમ્બરે રમાશે. સેમિફાઇનલમાં ઇંગ્લૅન્ડ અને ન્યૂઝીલૅન્ડ તથા ઑસ્ટ્રેલિયા અને પાકિસ્તાન ટકરાશે.


કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

https://www.youtube.com/watch?v=esvlBoE2btI

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

English summary
T20 World Cup: Pakistani social media users out of India
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X