Tahawwur Rana Extradition : તહવ્વુર રાણા પહેલા પણ ઘણા ગુનેગારોને વિદેશથી ભારત લવાયા છે, જુઓ પુરૂ લિસ્ટ
Tahawwur Rana Extradition : ભારતમાં આતંક ફેલાવનારા અને ઘણા લોકોના મોત માટે જવાબદાર આતંકી તહવ્વુર રાણાને ભારત લવાઈ રહ્યો છે.
ભારતના ઇતિહાસમાં એવા ઘણા કિસ્સા છે જ્યાં ગુનેગારોને વિદેશથી પકડીને ભારત લાવવામાં આવ્યા છે. મુંબઈ આતંકી હુમલાના આરોપી તહવ્વુર રાણાને અમેરિકાથી ભારત લાવવામાં આવી રહ્યો છે.

તહવ્વુર રાણા પાકિસ્તાન મૂળનો અને કેનેડા નાગરિક છે. તે લશ્કર-એ-તોઇબાના આતંકી અને 26/11 હુમલાના મુખ્ય સુત્રધાર ડેવિડ હેડલીનો નજીકનો સાથી છે.
છેલ્લા ઘણા સમયથી તે અમેરિકાની જેલમાં બંધ હતો. હવે ભારત સરકારે તેનું પ્રત્યાર્પણ કરાવીને તિહાર જેલમાં મોકલવાની તૈયારી કરી છે.
તહવ્વુર રાણા એ પહેલો ગુનેગાર નથી જેને ભારત સરકારે વિદેશથી પકડ્યો હોય. અગાઉ પણ અનેક ખૂનખાર અપરાધીઓને વિદેશોથી પકડીને ભારત લાવવામાં આવ્યા છે.
વિદેશ મંત્રાલય અનુસાર, 2015 સુધીમાં કુલ 60 ગુનેગારોને વિદેશોથી પકડીને ભારત લાવવામાં આવ્યા છે. આ ગુનેગારોને યુએઈ, નાઇજિરિયા, યુએસએ, હૉંગકોંગ, કેનેડા, જર્મની, બલ્ગેરિયા, ઓસ્ટ્રેલિયા, પોર્ટુગલ, થાઈલેન્ડ, બેલ્જિયમ, મોરિશસ, સાઉથ આફ્રિકા, સાઉદી અરબ, મોરોક્કો, ઇન્ડોનેશિયા અને બાંગલાદેશ જેવા દેશોમાંથી લાવવામાં આવ્યા છે.
અબુ સલેમ - 1993 મુંબઈ બ્લાસ્ટનો આરોપી
1993માં મુંબઈમાં થયેલા સીરિયલ બોમ્બ બ્લાસ્ટમાં 257 લોકોના મૃત્યુ થયા હતા અને લગભગ 1400 લોકો ઘાયલ થયા હતા. આ કેસનો મુખ્ય આરોપી અબુ સલેમ હતો. તેને પોર્ટુગલથી 2005માં ભારતમાં લાવવામાં આવ્યો હતો.
છોટા રાજન - દાઉદનો પૂર્વ સાથી
કહેવાય છે કે છોટા રાજન અને દાઉદ ઇબ્રાહિમ એક જમાના સુધી સાથી હતા. બાદમાં છોટા રાજન પોતે જ એક અંડરવર્લ્ડ ડોન બની ગયો. તેના પર હત્યા, અપહરણ અને અન્ય અનેક ગુનાઓના આરોપ હતા. 2015માં તેને ઈન્ડોનેશિયામાં પકડવામાં આવ્યો હતો અને પછી ભારતમાં લાવવામાં આવ્યો હતો.
તહવ્વુર રાણા જેવી આતંકી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા ગુનેગારોને વિદેશથી પકડીને ભારત લાવવો એ દેશની સુરક્ષા અને ન્યાય માટે મહત્વપૂર્ણ પગલું છે. આવા પગલાઓ ભારતની જટિલ ગુનાખોરી સામેની લડતને મજબૂત બનાવે છે.












Click it and Unblock the Notifications
