Tahawwur Rana : મુંબઈ હુમલાના ગુનેગારને ભારત લવાશે, અમેરિકન કોર્ટે મંજુરી આપી
Mumbai attack 26/11 : 2008 મુંબઈ હુમલા કેસમાં ભારત સરકારને મોટી સફળતા મળી છે. અમેરિકન કોર્ટે આ કેસના ગુનેગારને ભારત લાવવાની મંજુરી આપી દીધી છે.
અમેરિકન કોર્ટની મંજુરી બાદ મુંબઈ તહવ્વુર રાણાને ભારત લાવવાનો રસ્તો સાફ થયો છે. તેને ટૂંક સમયમાં ભારત લાવવામાં આવી શકે છે.

હાલમાં જ અમેરિકાની સુપ્રીમ કોર્ટે તહવ્વુર રાણાના પ્રત્યાર્પણને મંજૂરી આપી છે. કોર્ટે તેમની સજા સામેની સમીક્ષા અરજી પણ ફગાવી દીધી છે.
જણાવી દઈએ કે, તહવ્વુર રાણા પર ભારતમાં 2008ના મુંબઈ આતંકવાદી હુમલામાં મુખ્ય ભૂમિકા ભજવવાનો આરોપ છે. તહવ્વુર રાણા પાકિસ્તાની મૂળનો કેનેડિયન ઉદ્યોગપતિ છે. ભારત લાંબા સમયથી પાકિસ્તાની મૂળના કેનેડિયન નાગરિક તહવ્વુર રાણાના પ્રત્યાર્પણની માંગ કરી રહ્યું હતું.
તહવ્વુર રાણા 2008ના મુંબઈ આતંકવાદી હુમલા કેસમાં મોસ્ટ વોન્ટેડ છે. નીચલી અદાલતોમાં કાનૂની લડાઈ હાર્યા બાદ તહવ્વુર રાણાએ ભારત પ્રત્યાર્પણ સામે યુએસ સુપ્રીમ કોર્ટમાં અરજી કર્યાના અઠવાડિયા પછી આ આ આદેશ આવ્યો છે.
ગઈ 13 નવેમ્બરે તહવ્વુર રાણાએ યુએસ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. જો કે, સુપ્રીમ કોર્ટે અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કર્યો છે. રાણાને ભારત પ્રત્યાર્પણ ન કરાવવાની આ છેલ્લી કાનૂની તક હતી.
૧૬ ડિસેમ્બરના રોજ, યુએસ સોલિસિટર જનરલ એલિઝાબેથ બી. પ્રીલોગરે સુપ્રીમ કોર્ટને અરજી ફગાવી દેવા વિનંતી કરી. રાણાના વકીલ જોશુઆ એલ ડ્રેટલે 23 ડિસેમ્બરે પોતાના જવાબમાં યુએસ સરકારની ભલામણને પડકાર્યો હતો અને સુપ્રીમ કોર્ટને તેમની અરજી સ્વીકારવા વિનંતી કરી હતી.
હાલ તહવ્વુર રાણા લોસ એન્જલસના મેટ્રોપોલિટન ડિટેન્શન સેન્ટરમાં કસ્ટડીમાં છે. રાણા પર 26/11 ના મુંબઈ હુમલામાં ભૂમિકા ભજવવાનો આરોપ છે અને તે પાકિસ્તાની-અમેરિકન લશ્કર-એ-તૈયબા (LeT) આતંકવાદી ડેવિડ કોલમેન હેડલી સાથે જોડાયેલો હોવાનું માનવામાં આવે છે. 2008 માં મુંબઈ પર થયેલા આતંકવાદી હુમલાના મુખ્ય કાવતરાખોરોમાંનો એક છે.












Click it and Unblock the Notifications
