For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જૈન મુનિના હુમલા મુદ્દે મોદી સાથે વાતચીત કરશે શિવરાજ સિંહ ચૌહાણ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

shivraj-chouhan-modi
ભોપાલ, 13 જાન્યુઆરી: ગુજરાતમાં મુનિ પ્રબલ સાગર મહારાજ પર થયેલા હુમલાના વિરોધમાં સકલ જૈન સમાજ અને અખિલ ભારતીય વૈશ્ય મહાસંમેલન દ્રારા આપવામાં આવેલા ધરણાને પોતાના સંબોધનમાં મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે આશ્વાસન અપાવ્યું છે કે આ મુદ્દે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાથે વાતચીત કરશે.

શિવરાજ સિંહ ચૌહાણે આશ્વાસન આપ્યા બાદ મોડી સાંજે ઘરણાનું સમાપન કરવામાં આવ્યું હતું. તેમને મુનિ પ્રબલ સાગર પર થયેલા હુમલાની ધટનાનો વિરોધ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે ગુનેગારોને કડક સજા મળવી જોઇએ. તેમને કહ્યું હતું કે તે પોતે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાથે ચર્ચા કરશે. શિવરાજ સિંહે કહ્યું હતું કે આ અંગે તેમણે નરેન્દ્ર મોદીને પત્ર લખીને ગુનેગારોને કડક સજા અપાવવાનો આગ્રહ પણ કર્યો છે.

ધરણાં પહેલાં જૈન મુનિ પ્રમેય સાગર મહારાજ, પ્રસન્ન સાગર મહારાજ, સુયશ સાગર મહારાજ, સંદેશ સાગર મહારાજ, સુબલ સાગર મહારાજ, છુલ્લક સુકાય સાગર મહારાજ અને શિવાનંદ વાણીના સાનિધ્યમાં મંગલવારા જૈન મંદિરથી એક રેલી યોજવામાં આવી હતી. મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણના આશ્વાસન બાદ ધરણાને સમાપ્ત કરવામાં આવ્યાં હતા. આ અવસર પર મુનિ સંધ અને આયોજકો તરફથી મુખ્યમંત્રી શિવરાજ સિંહને આવેદનપત્ર સોંપવામાં આવ્યું હતું.

આ અવસર પર ધારાસભ્ય વિશ્વાસ સારંગ, રમેશ શર્મા, અશોક જૈન, ધારાસભ્ય આરિફ અકીલ, પંકજ જૈન, મનોજ પ્રધાન, મનોહર લાલ ટોગ્યા, સનત જૈન, સુનિલ જૈન સહિત મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહ્યાં હતા.

English summary
Shivraj Singh Chouhan has appealed to his Gujarat counterpart Narendra Modi to initiate stringent action against those responsible for allegedly attacking a Jain muni.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X