For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોંગ્રેસ પાસેથી પૈસા લઈ લો, વોટ મને જ દેજોઃ અસાદુદ્દીન ઓવૈસી

કોંગ્રેસ પાસેથી પૈસા લઈ લો, વોટ મને જ દેજોઃ અસાદુદ્દીન ઓવૈસી

|
Google Oneindia Gujarati News

હૈદરાબાદઃ તેલંગાણામાં અર્બન બૉડી ઈલેક્શન થનાર છે, જેને ધ્યાનમાં રાખી AIMIMના પ્રમુખ અસાદુદ્દીન ઓવૈસીએ એક રેલીને સંબોધિત કરતા કોંગ્રેસ પાર્ટી પર નિશાન સાધ્યું. આ દરમિયાન તેમણે એક નિવેદન જાહેર કર્યું જેના પર રાજકારણ ગરમાઈ શકે છે. રેલીને સંબોધિત કરતા અસાદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે કોંગ્રેસ પાસે ઘણા પૈસા છે, તેમની પાસેથી પૈસા લઈ લો અને વોટ મને આપી દો.

કોંગ્રેસ પાસેથી પૈસા લઈ લો, વોટ મને દેજોઃ ઓવૈસી

કોંગ્રેસ પાસેથી પૈસા લઈ લો, વોટ મને દેજોઃ ઓવૈસી

તેલંગણાની નગરપાલિકાઓની ચૂંટણઈને ધ્યાનમાં રાખી રેલીને સંબોધિત કરતા ઓવૈસીએ કોંગ્રેસ પર પૈસા વહેંચવાનો આરોપ લગાવ્યો અને કહ્યું કે કોંગ્રેસમાં લોકો પાસે ઘણા પૈસા છે, તેમની પાસેથી પૈસા લઈ લો. આ પૈસા તમને લોકોને મારા કારણે મળશે, બસ વોટ મને આપજો. જો તેઓ તમને પૈસા આપી રહ્યા છે તો લઈ લો. હું કોંગ્રેસને રેટ વધારવા માટે કહું છું, મારી કિંમત માત્ર 2000 રૂપિયા નથી. મારી કિંમત આનાથી વધુ છે.

ભૈંસામાં થયેલ હિંસા પર નિવેદન

આ દરમિયાન તેલંગાણાના ભૈંસામાં યેલ હિંસાને લઈને પણ ઓવૈસીએ નિવેદન આપ્યું. અસાદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે કાલની ઘટના નિંદનીય હતી. ઓવૈસીએ કહ્યું, સીએમને બધા દોષિતો વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરું છું. હું તેમને એમ પણ માંગ કરું છું કે જેમનું નુકસાન થયું છે, તેને વળતર આપવામાં આવે. હું ભૈંસાના લોકોને શાતિ યથાવત રાખવાની અપીલ કરું છું.

ભૈંસામાં હિંસા બાદ સમગ્ર વિસ્તારમાં તણાવ

ભૈંસામાં હિંસા બાદ સમગ્ર વિસ્તારમાં તણાવ

જણાવી દઈએ કે તેલંગાણાના ભૈંસા વિસ્તારોમાં બે સમુદાયો વચ્ચે થયેલ સંઘર્ષ બાદ સોમવાર-મંગળવારની રાત 13થી 15 જાન્યુઆરી સુધી કલમ 144 લગાવી દેવામાં આવી છે. પોલીસે આ હિંસની ઘટના પર કહ્યું હતું કે બે સમુદાયોનની અથડામણ બાદ હુમલાવરોએ વિસ્તારોમાં 13 ઘરો અને 26 વાહનોને આગના હવાલે કરી દીધા હતા. આ હિંસાની ઘટનામાં કેટલાય લોકો ઘાયલ થયા, જેમાં પોલીસકર્મી પણ સામેલ છે. જ્યારે ભૈંસામાં હિંસા બાદ સમગ્ર વિસ્તારમાં તણાવનો માહોત છે. અસાદુદ્દીન ઓવૈસીએ પોતાના ભાષણ દરમિયાન લોકોને શાંતિ બનાવી રાખવા અપીલ કરી છે.

મુઝફ્ફરપુર શેલ્ટર હોમ કેસઃ 20 જાન્યુઆરીએ કોર્ટ ફેસલો સંભળાવશેમુઝફ્ફરપુર શેલ્ટર હોમ કેસઃ 20 જાન્યુઆરીએ કોર્ટ ફેસલો સંભળાવશે

English summary
Take money from Congress, vote for me: Asaduddin Owaisi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X