તમિલનાડુ: તિરૂવલ્લૂર જિલ્લામાં દિવાલ ઢળી પડતાં 11 લોકોના મોત

દિવાલ અચાનક ઢળી પડતાં ત્યાં હાજર મજૂરોને ખૂબ નુકશાન થયું છે. દિવાલ ઢળી પડતાં જ સ્થાનિક લોકોએ રાહત ટુકડીને સૂચના આપી દિધી. કાટમાળમાં ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢવા માટે રાહત અને બચાવ કાર્ય ચાલુ છે. એક યુવકને બચાવી લેવામાં આવ્યો છે.
કહેવામાં આવે છે કે લોકો કંપાઉન્ડની 20 ફૂટની દિવાલને અડીને આવેલી ઝૂંપડપટ્ટીમાં રહેતા હતા. અકસ્માતનો ભોગ બનેલા લોકોમાં મોટાભાગના મજૂર છે. કહેવામાં આવે છે કે વરસાદના લીધે દિવાલ ઢળી પડી હતી.
આ પહેલાં 28 જૂનના રોજ ચેન્નઇમાં બિલ્ડિંગ ઢળી પડતાં 61 લોકોના મોત નિપજ્યાં હતા. તમિલનાડુ સરકારે આ કેસની તપાસ માટે એક વિશેષ તપાસ ટીમની રચના કરી લીધી છે.












Click it and Unblock the Notifications
