For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તમિલનાડુ: હિજાબ પહેરીને વોટીંગ કરવા ગયેલ મહિલાને બીજેપી બુથવર્કરે અટકાવી

તમિલનાડુમાં શનિવારે સવારથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે. વિવિધ મતદાન મથકો પર મતદારોની લાંબી કતારો જોવા મળી રહી છે. એ જ ક્રમમાં, બીજેપી બૂથ કમિટીના એક સભ્યએ હિજાબ પહેરીને મદુરાઈમાં મતદાન કેન્દ્ર પર

|
Google Oneindia Gujarati News

તમિલનાડુમાં શનિવારે સવારથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે. વિવિધ મતદાન મથકો પર મતદારોની લાંબી કતારો જોવા મળી રહી છે. એ જ ક્રમમાં, બીજેપી બૂથ કમિટીના એક સભ્યએ હિજાબ પહેરીને મદુરાઈમાં મતદાન કેન્દ્ર પર પહોંચેલી એક મહિલા મતદાર સામે વાંધો ઉઠાવ્યો અને તેને મહિલાને દૂર કરવા કહ્યું હતુ. આ દરમિયાન ડીએમકે, એઆઈએડીએમકેના સભ્યોએ બીજેપી કાર્યકરનો વિરોધ કર્યો ત્યારબાદ પોલીસે હસ્તક્ષેપ કર્યો હતો.

Tamilnadu

આ બાબતે ડીએમકે સાંસદ કનિમોઝીએ કહ્યું કે તે ખૂબ જ દુઃખદ છે કે તેઓ ધર્મના નામ પર લોકોને લોકોની વિરુદ્ધ કરે છે. સ્ત્રી શું પહેરવાનું પસંદ કરે તે તેનો અધિકાર છે. મને નથી લાગતું કે તે વધારે છે કે બહુ ઓછું છે તે નક્કી કરવાનો અધિકાર કોઈને છે. જણાવી દઈએ કે 21 કોર્પોરેશન, 138 નગરપાલિકા અને 490 નગર પંચાયતોમાં એક જ તબક્કામાં મતદાન થઈ રહ્યું છે.

12 હજાર 607 બેઠકો માટે 57 હજાર 778 ઉમેદવારો મેદાનમાં છે. જો કે, આ દરમિયાન સૌથી મોટી વાત એ છે કે 11 વર્ષના લાંબા ગાળા બાદ આજે એક જ તબક્કામાં શહેરી સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે. 22 ફેબ્રુઆરીએ મતગણતરી થશે અને નવા ચૂંટાયેલા સભ્યો 2 માર્ચે ચાર્જ સંભાળશે.

તમને જણાવી દઈએ કે મતદાન સવારે 7 વાગ્યાથી શરૂ થઈ ગયું છે, જ્યારે તે સાંજે 6 વાગ્યે સમાપ્ત થશે. તે જ સમયે, તમિલનાડુ રાજ્ય ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, કોવિડના લક્ષણો ધરાવતા મતદારો અને જેઓ ચેપગ્રસ્ત છે તેમને સાંજે 5 થી 6 વાગ્યાની વચ્ચે મતદાન કરવાની મંજૂરી આપવામાં આવશે.

English summary
Tamil Nadu: BJP boothworker stops hijab-wearing woman from voting
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X