Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Bharat Jodo Yatra : તામિલનાડુ CMએ કર્યા ભારત જોડો યાત્રાના વખાણ, કહ્યું - રાહુલ ગાંધીના ભાષણ હોય છે અસરકારક

સ્ટાલિને જણાવ્યું હતું કે, નહેરુએ વિરોધી વિચારોને પ્રત્સાહિત કર્યા છે. જ્યારે વર્તમાન સમયમાં સંસદમાં ચર્ચાની અનુમતિ આપવામાં આવતી નથી.

Bharat Jodo Yatra : તામિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિને રવિવારના રોજ કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસ પાર્ટીની ભારત જોડો યાત્રાના વખાણ કર્યા હતા. આ સાથે સ્ટાલિને જણાવ્યું હતું કે, રાહુલ ગાંધીના ભાષણો અસરકારક હોય છે, તેનાથી હોબાળો મચી જાય છે.

આ સાથે તેમને દેશના પહેલા વડાપ્રધાન જવાહરલાલ નહેરુની પણ પ્રશંસા કરી હતી. સ્ટાલિને જણાવ્યું હતું કે, નહેરુએ વિરોધી વિચારોને પ્રત્સાહિત કર્યા છે. જ્યારે વર્તમાન સમયમાં સંસદમાં ચર્ચાની અનુમતિ આપવામાં આવતી નથી.

સંસદીય લોકશાહીના પ્રતીક હતા નહેરુ

સંસદીય લોકશાહીના પ્રતીક હતા નહેરુ

સ્ટાલિને જણાવ્યું હતું કે, દેશને ધર્મનિરપેક્ષતા અને સમાનતાના મૂલ્યોને જાળવી રાખવા માટે તેમના અને મહાત્મા ગાંધી જેવા નેતાની જરૂરછે.

ઉલ્લેખનીય છે કે, ડીએમકે પ્રમુખ રાજ્ય કોંગ્રેસના વરિષ્ઠ નેતા એ ગોપન્નાએ લખેલા પુસ્તક 'મામણિતર નહેરુ'નું વિમોચન કર્યા બાદ અહીંલોકોને સંબોધિત કરી રહ્યા હતા.

સ્ટાલિને જણાવ્યું હતું કે, નેહરુ સાચા લોકશાહી હતા, સંસદીય લોકશાહીના પ્રતીક હતા. તેથી જ તમામલોકતાંત્રિક દળો તેમનું અભિવાદન કરે છે.

ગોડસેના વંશજોને ગાંધી અને નહેરુની વાત કડવી લાગશે

ગોડસેના વંશજોને ગાંધી અને નહેરુની વાત કડવી લાગશે

સ્ટાલિને જણાવ્યું હતું કે, 'પ્રિય ભાઈ રાહુલ' અખંડ ભારત 'ભારત જોડો યાત્રા' કરી રહ્યા છે. રાહુલના ભાષણો દેશમાં ખળભળાટ મચાવી રહ્યાછે. તેઓ ચૂંટણીની રાજનીતિ કે પક્ષની રાજનીતિ નહીં, પરંતુ વિચારધારાની રાજનીતિ કરી રહ્યા છે અને તેથી જ કેટલાક લોકો દ્વારા તેમનોસતત વિરોધ કરવામાં આવી રહ્યો છે. તેમના શબ્દો ક્યારેક નહેરુ જેવા હોય છે. નહેરુના અનુગામીઓ આવી વાત ન કરે તો જ આશ્ચર્ય થશે.ગોડસેના વંશજોને મહાત્મા ગાંધી અને નહેરુના અનુગામીઓની વાત જ કડવી લાગશે.

પ્રવાસનું પ્રથમ ચરણ પૂર્ણ થયું

પ્રવાસનું પ્રથમ ચરણ પૂર્ણ થયું

અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત જોડો યાત્રાએ દિલ્હીમાં પ્રવેશ કર્યો અને પ્રથમ તબક્કો પૂર્ણ કર્યાના એક દિવસ બાદ કોંગ્રેસ મહાસચિવજયરામ રમેશે દાવો કર્યો હતો કે, આ મુલાકાત દરમિયાન રાહુલ ગાંધી સાથે જે લોકોએ વાત કરી હતી, તેમની પૂછપરછ આઈબી કરી રહીછે.

કોંગ્રેસ નેતાએ જણાવ્યું હતું કે, આ મુલાકાત વિશે કોઈ વાત છુપી નથી, પરંતુ સ્પષ્ટ છે કે, નરેન્દ્ર મોદી અને અમિત શાહ આ મુલાકાતથીબીકમાં છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X