For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હવે કેબ ડ્રાઈવરે રાઈડ કેન્સલ કરી તો આપવો પડશે 500 સુધીનો દંડ, આ ભૂલ કરી તો 25000નો ફાઈન

હવે કેબ કે ઑટો બુક કરાવ્યા પછી ડ્રાઈવરે જો તમારી રાઈડ કેન્સલ કરી તો તેને 500 રુપિયા સુધીનો દંડ ચૂકવવો પડશે.

|
Google Oneindia Gujarati News

તમિલનાડુના લોકો માટે એક રાહતના સમાચાર એ આવ્યા છે કે હવે કેબ કે ઑટો બુક કરાવ્યા પછી ડ્રાઈવરે જો તમારી રાઈડ કેન્સલ કરી તો તેને 500 રુપિયા સુધીનો દંડ ચૂકવવો પડશે. તમિલનાડુ સરકારે ટ્રાફિકના નિયમોમાં અમુક ફેરફારો કર્યા છે. અમુક ગાડીઓ માટે તો દંડ વધારીને 25 હજાર રુપિયા કરી દેવામાં આવ્યો છે. આ નિયમો આજે(28 ઓક્ટોબર)થી લાગુ થઈ ગયા છે. વાહનવ્યવહાર વિભાગના આ પગલાને મુસાફરોએ આવકાર્યો છે.

traffic

મીડિયા રિપોર્ટ્સ મુજબ સરકાર લાંબા સમયથી આ નિયમ લાગુ કરવા પર વિચાર કરી રહી હતી. લાંબા સમયથી મુસાફરો ફરિયાદ કરી રહ્યા હતા કે કેબ્સ છેલ્લી ઘડીએ સવારી રદ કરે છે. તમિલનાડુ સરકારના રિવાઇઝ્ડ સ્પૉટ ફાઇન મુજબ જો કેબ, ઑટો અને બાઇક ટેક્સી રાઇડ કેન્સલ કરે છે તો તેણે 50થી 500 રૂપિયા સુધીનો દંડ ભરવો પડશે. જો ડ્રાઈવર રાઈડ કેન્સલ કરે છે તો તમે રાજ્યના પરિવહન વિભાગમાં ફરિયાદ પણ નોંધાવી શકો છો.

  • રાજ્ય સરકારે મોટર વ્હીકલ એક્ટ, 1988ની કલમ 178(3)(b) હેઠળ દંડમાં સુધારો કર્યો છે. ટેક્સી (કેબ) ચાલકોને 500 રૂપિયાનો દંડ કરવામાં આવશે. ઑટો-રિક્ષા અને બાઇક ચાલકોને 50 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે.
  • જો તમે બાઈક ચલાવતી વખતે મોબાઈલ, ટેબ, મ્યુઝિક પ્લેયરનો ઉપયોગ કરતા હોવ અથવા કોઈપણ પ્રકારની બેદરકારીથી વાહન ચલાવતા હોવ તો 1000 રૂપિયાનો દંડ વસૂલવામાં આવશે. જો બીજી વખત દોષી સાબિત થયા તો 10,000 રૂપિયાનો દંડ કરવામાં આવશે.
  • જો કોઈ વાહન એમ્બ્યુલન્સ-પોલીસ વાન જેવા ઈમરજન્સી વાહનો માટે રસ્તો (પાસ) ન આપે તો તેણે 10,000 રૂપિયાનો દંડ ભરવો પડશે.
  • લાયસન્સ વગર વાહન ચલાવતા પકડાશે તો 5000 રૂપિયાનો દંડ થશે.
  • સિગ્નલ જમ્પિંગ પર પ્રથમ વખત 1,000 રૂપિયા અને બીજી વખત 10,000 રૂપિયાનો દંડ વસૂલવામાં આવશે.
  • જો તમે બેફામ ડ્રાઇવિંગ કરતા જણાયા તો તમને 1,000 રૂપિયાનો દંડ થઈ શકે છે. જ્યારે બીજી વખત પકડાયા તો તમારે 10,000 રૂપિયાનો દંડ ભરવો પડી શકે છે.
  • જો તમે રસ્તા પર રેસ કરતા જોવા મળ્યા તો પહેલીવાર તમને 15,000 રૂપિયાનો દંડ કરવામાં આવશે. જો બીજી વખત આ રીતે પકડાયા તો તમારે 25,000 રૂપિયા ચૂકવવા પડી શકે છે.
  • જો તમે નશાની હાલતમાં ડ્રાઇવિંગ કરતા પકડાયા તો ડ્રાઇવરને પહેલા કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને તેને 10,000 રૂપિયાનો દંડ થઈ શકે છે. તેને સજા પણ થઈ શકે છે.
  • જો તમે ઓવરસ્પીડિંગ કરશો તો તમને પહેલીવાર 5,000 રૂપિયા અને બીજી વખત 10,000 રૂપિયાનો દંડ કરવામાં આવશે.

English summary
Tamil Nadu government revises spot fines cabs autos to pay up to Rs.500 for refusing ride
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X