તમિલનાડુના હડતાલની અસર ગુજરાત માર્કેટ પર પડી

Subscribe to Oneindia News

તામિલનાડુમાં ટ્રાન્સપોર્ટસ હડતાળની સીધી અસર ગુજરાતને થઇ રહી છે. ગુજરાતના ટ્રાનસ્પોર્ટસનો ધંધો છેલ્લા એકાદ અઠવાડિયાથી ઠ્ઠપ થઇ ગયો છે. જોકે તામિલનાડુથી માલ ભરાઇની વળતામાં ટ્રકો આવતી નથી. એટલું જ નહિં સ્થાનિક ટ્રક બ્રોકર્સ પાસે પણ વાહનોની તંગી છે. તામિલનાડુ,કર્ણાટક,આંધ્રપ્રદેશ અને કેરળ રાજ્યો સાથે આશરે 50 ટકા જેટલાં ટ્રાન્સપોર્ટસ સંકળાયેલા છે. રોજની મોટી સંખ્યામાં ટ્રકો ગુજરાતથી રવાના થાય છે. હડતાળને લઇ ટ્રાન્સપોર્ટના ટ્રકના પૈડા થંબી ગયા છે. જેને ટ્રાન્સપોર્ટટરોને મોટો નુકશાન થઇ રહ્યો છે.

transport

ગુજરાત માંથી સાઉથમાં એક્સપોર્ટ કરતા વેપારીઓનો માલ અટકી પડ્યો છે. ગુજરાત માંથી ડુંગળી, બટાકા, કાપડ અન્ય વસ્તુ એક્સપોર્ટ કરતા વેપારીઓ હાલ હાથ પર હાથ રાખી બેસી રહેવાનો વારો આવ્યો છે. વાપેરીઓના કહેવા પ્રમાણે ઓર્ડર છે પણ માલ મોકલી નથી જેને વેપારીઓને લાખો રૂપિયાનો નુકશાન થઇ શકે છે. માલ ડીલીવરી ન થતા પેમેન્ટ પણ અટકી પડ્યો છે. ખાવા-પીવાની વસ્તુઓ પણ ટ્રક અટકી પડ્યા છે જે ખરાબ પણ થઇ શકે છે. નોંધનીય છે કે તામિલનાડુમાં ગત તારીખ 30મી તારીખથી પડેલી સ્થાનિક ટ્રાન્સપોર્ટસની હડતાળ ક્યારે સમેટાઈ તેની વેપારીઓ હાલ રાહ જોઈ રહ્યા છે

English summary
Tamil Nadu transport strike affecting Gujarat market. Read more over here.
Please Wait while comments are loading...