For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લોકોની દુઆઓ અને મહેનત નિષ્ફળ, બોરવેલમાં પડેલા સુજીતનુ મળ્યુ શબ

તમિલનાડુમાં બે વર્ષના માસુમ બાળક સુજીત વિલ્સન ઉંડા બોરવેલમાં પડી ગયો હતો, જેને બચાવવા માટે તમામ કોશિશો કરવામાં આવી રહી હતી પરંતુ આ તમામ કોશિશો બાદ પણ પ્રશાસન તેને બચાવી શક્યુ નહિ.

|
Google Oneindia Gujarati News

તમિલનાડુમાં બે વર્ષના માસુમ બાળક સુજીત વિલ્સન ઉંડા બોરવેલમાં પડી ગયો હતો, જેને બચાવવા માટે તમામ કોશિશો કરવામાં આવી રહી હતી પરંતુ આ તમામ કોશિશો બાદ પણ પ્રશાસન તેને બચાવી શક્યુ નહિ. લગભગ ત્રણ દિવસ સુધી બાળકનુ શબ બોરવેલમાં રહ્યુ જે બાદ શબ બોરવેલમાંથી કાઢવામાં આવી શક્યુ. જે સમયે બાળકનુ શબ બહાર કાઢવામાં આવ્યુ તેની સ્થિતિ ખૂબ ખરાબ હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, રાહુલ ગાંધી સહિત તમામ લોકોએ સુજીતની સલામતીની દુઆઓ કરી હતી.

Sujit

તમિલનાડુના પરિવહન વિભાગના મુખ્ય સચિવ જે રાધાકૃષ્ણને જણાવ્યુ કે અમે બાળકનુ શબ બહાર કાઢી લીધુ છે તેના શભની હાલત ઘણી ખરાબ છે. સુજીતને બચાવવાની દરેક સંભવ કોશિશ કરવામાં આવી જેથી તેને જીવતો બહાર કાઢી શકાય. જ્યારે માસૂમનુ શબ બહાર કાઢવામાં આવ્યુ તો તેને શબમાંથી સડવાની દુર્ગંધ આવી રહી હતી. બોરવેલમાંથી બહાર કાઢ્યા બાદ તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. તમને જણાવી દઈએ કે ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજ્યના મુખ્યમંત્ર ઈ પલાનીસ્વામીને ફોન કરીને બાળકને બહાર કાઢવાના તમામ પ્રયત્નોની માહિતી આપી હતી.

પીએમ મોદીએ ટ્વીટ કરીને કહ્યુ હતુ કે મારી દુઆઓ સુજીત સાથે છે, સુજીતને બચાવવા માટે ચાલી રહેલા અભિયાન વિશે મે મુખ્યમંત્રી સાથે વાત કરી છે. તે સુરક્ષિત રહે તેના બધા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે શનિવારે સુજીત બોરવેલમાં પડી ગયો હતો તેના બચાવવા માટે તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યા હતા. મોટા સ્તરે રેસ્ક્યુ ઑપરેશન ચલાવવામાં આવી રહ્યુહતુ. રાહત કાર્યમાં એનડીઆરએફ, એસડીઆરએફ અને રાજ્યની પોલિસ શામેલ હતી. માસૂમ સુજીત 26 ફૂટ ઉંડા બોરવેલમાં પડી ગયો હતો પરંતુ અચાનકથી તે 70 ફૂટ ઉંડાણમાં લપસીને પડી ગયો જેના કારણે તેને બહાર કાઢવામાં ઘણી મહેનત કરવી પડી.

આ પણ વાંચોઃ કાશ્મીર પ્રવાસ માટે EU નેતાઓનું સ્વાગત, કંઈક તો ગડબડ છેઃ રાહુલ ગાંધીઆ પણ વાંચોઃ કાશ્મીર પ્રવાસ માટે EU નેતાઓનું સ્વાગત, કંઈક તો ગડબડ છેઃ રાહુલ ગાંધી

English summary
Tamilnadu: 2 year old Sujit Wilson body recovered from borewell.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X