For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તામિલનાડુમાં AIADMK અને PMK વચ્ચે ગઠબંધનનું એલાન, જાણો સીટોનું ગણિત

આવનારી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને બધી જ રાજનૈતિક પાર્ટીઓ અલગ અલગ રાજ્યોમાં ગઠબંધન કરવા પર જોર આપી રહ્યા છે.

|
Google Oneindia Gujarati News

આવનારી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને બધી જ રાજનૈતિક પાર્ટીઓ અલગ અલગ રાજ્યોમાં ગઠબંધન કરવા પર જોર આપી રહ્યા છે. ગઠબંધન અંગે હવે તામિલનાડુથી એક ખબર આવી રહી છે. પટાલી મક્કલ કૌચી (પીએમકે) અને ઓલ ઈન્ડિયા અન્ના દ્રવિડ મુન્નેત્ર કાગગમ (એઆઈએડીએમકે) વચ્ચે ગઠબંધન થઇ ગયું છે. AIADMK સંકલનકર્તા અને તમિળનાડુના નાયબ મુખ્યમંત્રી ઓ પનીરસેલ્વમે આ જાહેરાત કરી હતી.

આ પણ વાંચો: મહારાષ્ટ્રમાં ગઠબંધન, ભાજપ 25 તો શિવસેના 23 લોકસભા સીટ પર લડશે

પીએમકે ને 6 સીટો આપવામાં આવી

પીએમકે ને 6 સીટો આપવામાં આવી

ઓ પનીરસેલ્વમ ઘ્વારા જણાવવામાં આવ્યું કે લોકસભા ચૂંટણીને જોતા પટાલી મક્કલ કૌચી સાથે ગઠબંધન થયું છે. પીએમકે 6 લોકસભા સીટ સાથે ચૂંટણી લડશે અને તેમને એક રાજ્યસભા સીટ પણ આપવામાં આવશે. AIADMK પ્રમુખ અને તમિળનાડુના નાયબ મુખ્યમંત્રી ઓ પનીરસેલ્વમે મંગળવારે પીએમકે નેતાઓની હાજરીમાં એક પ્રેસ કોન્ફ્રન્સમાં તેની જાહેરાત કરી.

લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ગઠબંધન

મંગળવારે ચેન્નાઈની એક પ્રાઇવેટ હોટેલમાં પીએમકે સંસ્થાપક ડો. એસ રામદાસ, તેમના દીકરા અને સાંસદ અબુમણી રામદાસ, વરિષ્ઠ નેતા જીકે મણિ અને મુખ્યમંત્રી પલાનીસ્વામી અને નાયબ મુખ્યમંત્રી ઓ પનીરસેલ્વમની હાજરીમાં આ ગઠબંધન પર અંતિમ મુહર લગાવવામાં આવી. ઓ પનીરસેલ્વમ ઘ્વારા જણાવવામાં આવ્યું કે ઉપચૂંટણીમાં 21 વિધાનસભા સીટો પર AIADMK ચૂંટણી લડશે અને પીએમકે તેમનું સમર્થન કરશે.

ઉત્તર તામિલનાડુમાં પીએમકે પકડ મજબૂત

ઉત્તર તામિલનાડુમાં પીએમકે પકડ મજબૂત

પીએમકે પાસે ઉતરી તામિલનાડુમાં મજબૂત જનાધાર છે. ખાસ કરીને ઓબીસી વાનિયાર સમુદાય વચ્ચે તેમની પકડ મજબૂત માનવામાં આવે છે. પીએમકે વર્ષ 2014 દરમિયાન સામાન્ય ચૂંટણીમાં એનડીએ હિસ્સો હતો. પરંતુ અબુમણી રામદાસને મોદી સરકારમાં મંત્રી પદ નહીં મળ્યું હતું, જેને કારણે ભાજપ અને પીએમકે વચ્ચે ખટાસ આવી ગઈ.

English summary
Tamilnadu: AIADMK announces alliance with PMK for lok sabha elections 2019
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X