For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તમિલનાડુમાં રાહુલ ગાંધી - દેશમાં મરી રહી છે લોકશાહી, સંસ્થાઓને બરબાદ કરી રહ્યુ છે RSS

કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ શનિવારે કહ્યુ છે કે દેશમાં લોકતંત્ર ખતમ થઈ રહ્યુ છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ શનિવારે કહ્યુ છે કે દેશમાં લોકતંત્ર ખતમ થઈ રહ્યુ છે. ભાજપ અને આરએસએસ ડેમોક્રેસીને ખતમ કરી રહ્યા છે. તમિલનાડુના થુથુકડીમાં રાહુલ ગાંધીએ એક જનસભામાં એ વાત કહી છે. રાહુલ ગાંધીએ અહીંના વીઓસી કૉલેજ મેદાનમાં બોલતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, આરએસએસ અને કેન્દ્ર સરકારને જોરદાર નિશાના પર લીધા. તેમણે કહ્યુ કે લોકતંત્ર ઝટકાથી નથી મરતુ, તે ધીમે ધીમે ખતમ કરવામાં આવે છે કે જે આજે થઈ રહ્યુ છે.

rahul gandhi

રાહુલ ગાંધીએ અહીં કહ્યુ કે સંસ્થાઓ વચ્ચે સંતુલન બગડે તો દેશમાં અસંતુલન પેદા થાય છે. છેલ્લા 6 વર્ષોથી બધી સંસ્થાઓ પર વ્યવસ્થિત રીતે હુમલો કરવામાં આવી રહ્યો છે. ભારતમાં લોકતંત્રને મારવામાં આવી રહ્યુ છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આપણા દેશની સંસ્થાઓના સંતુલનને બગાડી અને બરબાદ કરી રહ્યુ છે.

મહિલા અનામત હોવી જોઈએઃ રાહુલ ગાંધી

રાહુલ ગાંધીએ અહીં મહિલાઓને અનામતની પણ તરફેણ કરી છે. રાહુલે કહ્યુ કે હું મહિલા અનામતનુ સંપૂર્ણપણે સમર્થન કરુ છુ. માત્ર સંસદ જ નહિ પરંતુ ન્યાયપાલિકામાં પણ મહિલાઓને અનામત હોવી જોઈએ. રાહુલ ગાંધીએ કહ્યુ કે ભારતીય પુરુષોએ પણ પોતાનો દ્રષ્ટિકોણ બદલવાની જરૂર છે. તેમણે મહિલાઓને સમાનતાની નજરથી જોવી જોઈએ. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી છેલ્લા ઘણા દિવસોથી દક્ષિણ ભારતના પ્રવાસે છે. કેરળમાં તેમણે ઘણા દિવસ વીતાવ્યા, ત્યાં કોલ્લમ જિલ્લામાં માછીમારો સાથે સમુદ્રમાં માછલી પકડતા પણ તે જોવા મળ્યા.

આ દરમિયાન રાહુલ ગાંધી સમુદ્રમાં છલાંગ લગાવીને તરતા પણ દેખાયા. કેરળના ઘણા જિલ્લાઓનો પ્રવાસ કર્યા બાદ આજે શનિવારે રાહુલ ગાંધી તમિલનાડુના થુથુકડી પહોંચ્યા છે. તમને જણાવી દઈએ કે તમિલનાડુમાં વિધાનસભા ચૂંટણીનુ એલાન થઈ ચૂક્યુ છે. તમિલનાડુમાં 6 એપ્રિલે મતદાન થવાનુ છે અને બીજી મેએ પરિણામોનુ એલાન થશે.

કોરોનાના વધતા કેસ માટે SARS-CoV-2 મ્યુટેશન નહિ, આ છે કારણકોરોનાના વધતા કેસ માટે SARS-CoV-2 મ્યુટેશન નહિ, આ છે કારણ

English summary
Tamilnadu: Rahul Gandhi statemet on women reservation and democracy in country.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X