તરૂણ તેજપાલે સૈન્ય અધિકારીઓને પણ કરી હતી કોલગર્લ સપ્લાઇ

નવી દિલ્હી, 1 ડિસેમ્બર: પોતાની જ મેગેજીનની મહિલા પત્રકારની સાથે અશ્લીલ ચેનચાળાના આરોપમાં જેલ પહોંચેલા પત્રકાર તરૂણ તેજપાલ વિશે એક પછી એક ખુલાસા થઇ રહ્યાં છે. આ અંગે વધુ એક એવો ખુલાસો થયો છે જેનાથી સ્પષ્ટ થાય છે કે તરૂણ તેજપાલ પત્રકારત્વમાં નામના મેળવવા માટે ખરાબ પદ્ધતિનો ઉપયોગ કરી ચૂક્યો છે. તહેલકાએ માર્ચ 2001માં સૈન્ય ડીલમાં કથિત ભ્રષ્ટાચારને ઉજાગર કર્યો હતો. તમને સાંભળીને આશ્વર્ય થશે કે આ ખુલાસા માટે તહેલકાએ સેનાના ત્રણ ટોચના અધિકારીઓને કોલગર્લ સપ્લાઇ કરી હતી.

જો કે આ વાત તે સમયે પણ પ્રકાશમાં આવી હતી અને તરૂણ તેજપાલની ધરપકડ કરવામાં આવી હતી. તહેલકાના સ્ટિંગ ઓપરેશન દરમિયાન ગુપ્ત કેમેરાઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સ્ટિંગ દરમિયાન સેક્સ એક્ટ પણ રેકોર્ડિંગ કરવામાં આવ્યું હતું. તે સમયે ટેપ સેનાની કોર્ટ ઓફ ઇન્ક્વાયરી અને વેંકટસ્વામી કમીશનને પૈસા આપવામાં આવ્યા હતા. તહેલકાએ તે સીક્રેટ વીડિયો ટેપ્સને પ્રસારિત કરી હતી જેમાં નેતાઓ, નોકરશાહો અને સૈન્ય અધિકારીઓને રિપોર્ટરના હાથે લાંચ લેતા બતાવવામાં આવ્યા હતા. આ રિપોર્ટર આર્મ્સ એજન્ટ બનીને ડીલ કરવા ગયા હતા.

ડિફેન્સ અધિકારીઓને સેક્સ વર્કર સપ્લાઇ કરવાનો ખુલાસો તે સમયે થયો હતો જ્યારે સંસદ ચાલી રહી હતી અને યૂટીઆઇ સંકટ, કાશ્મીરમાં હિંસા અને આર્થિક મંદીને લઇને સરકાર ઘેરાયેલી હતી. તે સમયે તહેલકાના સીઇઓ તરૂણ તેજપાલે સેનાના અધિકારીઓને સેક્સ વર્કર સપ્લાઇ કરવાની પુષ્ટિ કરતાં એક વેબસાઇટને જણાવ્યું હતું કે અમે પબ્લિકને ટેપ્સ બતાવી હતી પરંતુ અમે તેમને સંતાડ્યા હતા. અમે તેને દબાવવા માંગતા નથી. અમારી બોટમ લાઇન હતી કે અમે ઉચ્ચ સ્તર પર થનાર ભષ્ટ્રાચારને ઉજાગર કરવા માંગતા હતા.

tarun-tejpal-used-to-supply-call-girls

તેજપાલે કહ્યું હતું કે 13 માર્ચ 2001ના રોજ મીડિયાને વીડિયો ટેપ્સ બતાવવામાં આવ્યા હતા. તે દરમિયાન કેટલાક સેક્સ એક્ટનો બતવવામાં આવ્યા હતા. દિલ્હીના એક લક્સરી હોટલમાં સેનાએ એક અધિકારીને સેક્સ વર્કરની સાથે સેક્સ કરતાં બતાવવા માટે સિક્રેટ કેમેરા લગાવ્યા હતા. જ્યારે બે વેશ્યાઓ હોટલના રૂમમાં પહોંચી તો તહેલકાના પ્રતિનિધી ત્યાં ગયા.

થોડીવાર પછી એક ડિફેન્સ ઓફિસર અને સેક્સ વર્કર પણ રૂમ છોડીને જતા રહ્યાં હતા. અન્ય અધિકારી સેક્સ વર્કર સાથે રોકાયો. રૂમમાં લગાવવામાં આવેલા સીક્રેટ કેમેરામાં બંનેને સેક્સ માણતાં શુટ કરવામાં આવ્યા હતા. નવેમ્બરમાં તહેલકાના રિપોર્ટર ત્રીજા અધિકારી અને સેક્સ વર્કર સાથે હોટલમાં આવ્યા. તે સમતે અધિકારીએ એમ કહીને સેક્સ કરવાની મનાઇ કરી દિધી કે તે તેના માટે માનસિક રીતે તૈયાર નથી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X