For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મારા ખાતામાં 72,000 આવશે ત્યારે દંડ ભરી દઈશ

રતલામ રેલવે મંડળે ટિકિટ વિના મુસાફરી કરતા લોકો સામે એક મોટું અભિયાન ચલાવ્યું છે. આ દરમિયાન ત્રણ દિવસમાં 577 યાત્રીઓ ટિકિટ વિના મુસાફરી કરતા પકડમાં આવ્યા છે.

|
Google Oneindia Gujarati News

રતલામ રેલવે મંડળે ટિકિટ વિના મુસાફરી કરતા લોકો સામે એક મોટું અભિયાન ચલાવ્યું છે. આ દરમિયાન ત્રણ દિવસમાં 577 યાત્રીઓ ટિકિટ વિના મુસાફરી કરતા પકડમાં આવ્યા છે. રેલવે ઘ્વારા તેમની પાસેથી 2 લાખ કરતા પણ વધારે રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. આ દરમિયાન પકડાઈ જનાર યાત્રીઓ અજીબ બહાના બનાવી રહ્યા છે. આ પ્રકારે અવધ એક્સપ્રેસમાં એક એવો મામલો સામે આવ્યા જયારે ટિકિટ વિના મુસાફરી કરતા વ્યક્તિએ અજીબ બહાનું આપ્યું. યુવકે કહ્યું કે તેના ખાતામાં 72000 રૂપિયા આવવાના છે, ત્યારપછી તે દંડ ભરી દેશે.

ઘણા યાત્રીઓ ટિકિટ વિના મુસાફરી કરતા પકડાઈ ગયા

ઘણા યાત્રીઓ ટિકિટ વિના મુસાફરી કરતા પકડાઈ ગયા

ટીટીઈ અવધ એક્સપ્રેસમાં જનરલ કોચમાં ચેકીંગ કરી રહ્યા હતા આ દરમિયાન ઘણા યાત્રીઓ ટિકિટ વિના મુસાફરી કરતા પકડાઈ ગયા. તેમાંથી એક વ્યક્તિએ કહ્યું કે સાહેબ, આ વખતે છોડી દો, આ નાના બાળકોને જુઓ, તેમના લગ્ન કરવાના છે, દંડ ભરીશુ તો બચત કઈ રીતે થશે. મારા ખાતામાં 72,000 આવશે, ત્યારે દંડ ભરી દઈશ. આપને જણાવી દઈએ કે કોંગ્રેસ ઘ્વારા વચન આપવામાં આવ્યું છે કે જો તેમની સરકાર બની તો ન્યુનતમ આવક ગેરેન્ટી યોજના હેઠળ દેશના 5 કરોડ ગરીબ પરિવારોને વર્ષે 72,000 રૂપિયા આપવામાં આવશે.

યાત્રીઓએ અજીબ બહાના બનાવ્યા

યાત્રીઓએ અજીબ બહાના બનાવ્યા

યાત્રીઓના અલગ અલગ બહાના પર રતલામ રેલ મંડળના રેલ પ્રબંધક ઘ્વારા જણાવવામાં આવ્યું કે આ પ્રકારનું કોઈ પણ બહાનું નહીં ચાલે. જો ટિકિટ ખોટી હશે અથવા ટિકિટ વિના યાત્રા કરશો તો દંડ ભરવો પડશે. તેમને યાત્રીઓને અપીલ કરતા કહ્યું કે ટિકિટ લઈને સમ્માન સાથે યાત્રા કરો અને ટિકિટ વિના યાત્રા કરીને દંડ ભરવાથી બચો.

રેલવે ઘ્વારા અભિયાન ચલાવવામાં આવ્યું

રેલવે ઘ્વારા અભિયાન ચલાવવામાં આવ્યું

આપને જણાવી દઈએ કે ભારતીય રેલવેએ ટિકિટ વિના મુસાફરી કરતા યાત્રીઓ સામે 9 મેંથી અભિયાન શરુ કર્યું છે. આ અભિયાન 23 મેં સુધી ચાલશે આ અભિયાનમાં વરિષ્ઠ અધિકારીઓ પણ શામિલ થઇ રહ્યા છે.

English summary
TC Caught passengers travelling without ticket in jhabua, make excuses
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X