કોંગ્રેસને જવાબ આપવા માટે દિલ્હીમાં ચા-બિસ્કીટની સાથે નમો પર ચર્ચા

Posted By:
Subscribe to Oneindia News

નવી દિલ્હી, 9 ફેબ્રુઆરી: દિલ્હીની કોર્ટોમાં ભારતીય જનતા પાર્ટીની વિધિ શાખાએ પાર્ટીની 'નમો ચા પાર્ટી'નું આયોજન કર્યું. ગરમ-ગરમ ચાની અને બિસ્કીટની સાથે વિધિ શાખા કોંગ્રેસ તરફથી નરેન્દ્ર મોદી પર કરવામાં આવેલા તંજનો જવાબ આપી રહી છે.

પાર્ટીએ દેશમાં અનિશ્ચિતતામાં અટવાઇ રહેલા મતદાતાઓને પોતાની તરફ આકર્ષિત કરવા માટે અને પોતાની પહોંચનો વિસ્તાર કરવા માટે આખા દેશમાં 'ચા પર ચર્ચા' અભિયાન છેડ્યું છે. દિલ્હી ભાજપની વિધિ શાખાએ તેનું અનુસરણ કરતા દિલ્હી હાઇકોર્ટ, પટિયાલા હાઉસ અદાલત અને સાકેત તેમજ તીસ હજારી કોર્ટની બહાર ચા પાર્ટીનું આયોજન કર્યું.

narendra modi
છેલ્લા કેટલાંય દિવસો દરમિયાન દિલ્હીની કોર્ટની બહાર આયોજિત નમો ચા પાર્ટીમાં સંગઠન સાથે જોડાયેલા વકીલોએ ત્યાં જોડાયેલી ભીડને સંબોધિત કરવા માટે પાર્ટીના મોટા નેતાઓને આમંત્રિત કર્યા. ભાજપાની દિલ્હી શાખાના પ્રમુખ વિજય ગોયલ, યુવા સાંસદ અનુરાગ ઠાકુર, વરિષ્ઠ વકીલ પિંકી આનંદ અને જાણીતા વકીલ મીનાક્ષી લેખીએ ભીડને સંબોધીત કરી.

કોર્ટની બહાર એક તંબૂમાં ચા પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું ચા અને બિસ્કીટ પરોસવાની વચ્ચે પાર્ટીના નેતાઓ અને વકીલોએ ભાષણ આપ્યું. ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર અંગે સતત એવા મેણા મારવામાં આવતા હતા એક ચા વાળો કેવી રીતે દેશનું પ્રતિનિધિત્વ કરી શકે. જ્યારે કોંગ્રેસ નેતા મણિશંકર અય્યરે એવી ટિપ્પણી કરી હતી કે મોદી વડાપ્રધાન તો બની ના શકે પરંતુ ચા જરૂર વેચી શકે છે. ભાજપ હવે તે જ મેણા પરથી આ અભિયાન ચલાવી રહ્યું છે.

English summary
With cups of steaming hot tea passed around and some crunchy rusk and biscuits to munch on, the BJP's 'NaMo Tea Party' held by the party's legal cell in Delhi courts is gathering new members, cashing in on the the tea vendor jibe from the Congress.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.