For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ટ્રેનમાં ચા-કોફી પણ મોંઘા થયા, જાણો કેટલો વધારો થયો

ભારતીય રેલવેમાં મુસાફરી કરનાર લોકોને હવે ચા-કોફી માટે વધારે પૈસા ખર્ચ કરવા પડશે. રેલવે ઘ્વારા ટ્રેનમાં મળતી ચા-કોફીની કિંમતોમાં વધારો કરવામાં આવ્યો છે.

|
Google Oneindia Gujarati News

ભારતીય રેલવેમાં મુસાફરી કરનાર લોકોને હવે ચા-કોફી માટે વધારે પૈસા ખર્ચ કરવા પડશે. રેલવે ઘ્વારા ટ્રેનમાં મળતી ચા-કોફીની કિંમતોમાં વધારો કરવામાં આવ્યો છે. તેના માટે રેલવે ઘ્વારા બધા જ જોનને સર્ક્યુલર જાહેર કરીને નવી કિંમતો વિશે નિર્દેશ આપી દીધો છે. રેલવે ઘ્વારા જણાવવામાં આવ્યું કે ચા-કોફીની કિંમત 6 વર્ષ પછી વધારવામાં આવી છે.

ટ્રેનમાં ચા-કોફીની કિંમતો વધારવામાં આવી

ટ્રેનમાં ચા-કોફીની કિંમતો વધારવામાં આવી

રેલવે ઘ્વારા ટ્રેનમાં મળતી ચા-કોફીની કિંમતો વધારવામાં આવી છે. હવે 7 રૂપિયામાં મળતી ચા-કોફી તમને 10 રૂપિયામાં મળશે. ટ્રેનમાં ટી બેગ સાથે મળતી ચા અને ઇન્સ્ટન્ટ કોફી પાવડર સાથે મળતી કોફી ડિસ્પોઝલ કપમાં મળશે. આ ચા-કોફી 170 મિલી કપમાં 150 મિલી મળશે. જેની કિંમત હવે 10 રૂપિયા કરી દેવામાં આવી છે. પહેલા તેની કિંમત 7 રૂપિયા હતી.

6 વર્ષ પછી રેટમાં બદલાવ કરવામાં આવ્યો છે

6 વર્ષ પછી રેટમાં બદલાવ કરવામાં આવ્યો છે

જયારે સામાન્ય ચા-કોફીનો રેટ 5 રૂપિયા પ્રતિ કપ રહેશે. રેલવેના એક અધિકારી ઘ્વારા જણાવ્યા અનુસાર ચા-કોફી રેટ વધારવાનો પ્રસ્તાવ આઈઆરસીટીસી ઘ્વારા આપવામાં આવ્યો છે. જેને રેલવે બોર્ડ ઘ્વારા સ્વીકાર કરવામાં આવ્યો છે. રેલવે ઘ્વારા જણાવવામાં આવ્યું કે ચા-કોફીના રેટમાં આ બદલાવ 6 વર્ષ પછી કરવામાં આવ્યો છે. તેના માટે રેલવે ઘ્વારા બધા જ જોનને સર્ક્યુલર જાહેર કર્યું છે. રેલવે ઘ્વારા આદેશ આપવામાં આવ્યો છે કે નવા રેટને તત્કાલ લાગુ કરવામાં આવે.

નવા રેટમાં જીએસટી પણ શામિલ

નવા રેટમાં જીએસટી પણ શામિલ

ચા-કોફીના નવા રેટમાં જીએસટી પણ શામિલ કરવામાં આવી છે. રાજધાની અને શતાબ્દી ટ્રેનોના પેકેજમાં કોઈ પણ ફેરફાર કરવામાં આવ્યો નથી. રેલવે આ પહેલા પણ ઘણી સુવિધાનો રેટ વધારી ચુકી છે. રેલવે ઘ્વારા પોતાના ક્લોકરૂમ સામાન રાખવા માટેનું ભાડું 7 ગણું વધાર્યું હતું.

English summary
Tea-Coffer Served In Trains And Stations Will Cost More Now, Indian Railway Hikes Price
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X