For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શર્મનાક: હોમવર્ક નહીં કરવા પર શિક્ષકે બાળકીને 168 થપ્પડ મરાવ્યા

મધ્યપ્રદેશના ઝાબુઆમાં એક શર્મનાક ઘટના સામે આવી છે. અહીં એક સ્કૂલ શિક્ષકની ખરાબ વર્તનને કારણે ધરપકડ કરી લેવામાં આવી છે.

By Ankit Patel
|
Google Oneindia Gujarati News

મધ્યપ્રદેશના ઝાબુઆમાં એક શર્મનાક ઘટના સામે આવી છે. અહીં એક સ્કૂલ શિક્ષકની ખરાબ વર્તનને કારણે ધરપકડ કરી લેવામાં આવી છે. ખરેખર સ્કૂલ શિક્ષક પર આરોપ છે કે તેને એક છાત્રાને તેની ભૂલ પર સમજાવવાને બદલે સ્કૂલના બાકીના બાળકો ઘ્વારા 168 થપ્પડ મરાવ્યા. આપને જણાવી દઈએ કે બાળકીની ભૂલ ફક્ત એટલી જ હતી કે તે હોમવર્ક કરીને આવી ના હતી. આપને જણાવી દઈએ કે આ ઘટના પછી પોલીસે 5 મહિના પછી શિક્ષક પર કાર્યવાહી કરી.

આ પણ વાંચો: દુલ્હાના પિતાની ડિમાન્ડ સાંભળીને દુલ્હન રડી પડી, લગ્ન કરવાની ના પાડી

6 દિવસ સુધી બાળકીને થપ્પડ મારવાનો સિલસિલો ચાલ્યો

6 દિવસ સુધી બાળકીને થપ્પડ મારવાનો સિલસિલો ચાલ્યો

ઝાબુઆના રહેવાસી શિવપ્રતાપ સિંહની દીકરી ત્યાં સરકારી સ્કૂલના છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરતી હતી. તે 11 જાન્યુઆરીએ હોમવર્ક કરીને આવી ના હતી. તેનાથી ગુસ્સે થયેલા શિક્ષકે ક્લાસની 14 છાત્રાઓ ઘ્વારા તેને થપ્પડ મરાવ્યા. પિતાનું કહેવું છે કે તે દિવસમાં બે વાર આવું કરતો હતો અને આ સિલસિલો 6 દિવસ સુધી ચાલ્યો. છોકરીના પિતાને 22 જાન્યુઆરીએ તેની ખબર પડી, ત્યારે તેને શિક્ષક સામે પોલીસમાં ફરિયાદ કરી.

બીમાર હોવાને કારણે હોમવર્ક નહીં કરી શકી

બીમાર હોવાને કારણે હોમવર્ક નહીં કરી શકી

બાળકીના પિતાએ જણાવ્યું કે બીમાર જોવાને કારણે તે હોમવર્ક કરી શકી ના હતી. એટલું જ નહીં પરંતુ તેમને બાળકી બીમાર હોવાની જાણકારી સ્કૂલને આપી હતી. તેમ છતાં શિક્ષકે આટલી નાની વાત માટે મારી દીકરીને આટલી ગંભીર સજા કરી.

ફરિયાદ થતા જ શિક્ષક ફરાર

ફરિયાદ થતા જ શિક્ષક ફરાર

શિવપ્રતાપને જયારે પોતાની દીકરી સાથે થયેલા વર્તનની ખબર પડી ત્યારે જ તેને પોલીસમાં ફરિયાદ નોંધાવી. આ વાતની ખબર પડતા જ શિક્ષક ફરાર થઇ ગયો. આ મામલે જાંચ થઇ ત્યારે શિક્ષક પર લાગેલા બધા જ આરોપો સાચા નીકળ્યા. તેની શોધ શરુ કરવામાં આવી, મંગળવારે પોલીસે તેને શોધી કાઢ્યો અને તેની ધરપકડ કરી. શિક્ષક પર અપરાધિક ધારાઓ હેઠળ કેસ નોંધી લેવામાં આવ્યો છે.

English summary
Teacher made girl slapped 168 times by her classmates, arrested
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X