For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

WHOએ ભારત બાયોટેકને મોકલ્યા ટેકનિકલ પ્રશ્ન, કોવિક્સીનની માન્યામાં હજુ પણ થશે વિલંબઃ સૂત્ર

ભારત બાયોટેકે WHOને પરીક્ષણ ડેટા મોકલ્યો હતો પરંતુ તેમના તરફથી નિર્માતાને ઘણા ટેકનિકલ પ્રશ્નો મોકલવામાં આવ્યા છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ ભારતમાં કોવિશીલ્ડ અને કોવેક્સીન નામની બે કોરોના વેક્સીનનુ ઉત્પાદન થઈ રહ્યુ છે. જેમાં સીરમ ઈન્સ્ટીટ્યુટની કોવિશીલ્ડને વિશ્વ આરોગ્ય સંગઠન(WHO)ની મંજૂરી મળી ગઈ પરંતુ કોવેક્સીનનો મામલો અટકેલો છે. તેના નિર્માતા ભારત બાયોટેકે WHOને પરીક્ષણ ડેટા મોકલ્યો હતો પરંતુ તેમના તરફથી નિર્માતાને ઘણા ટેકનિકલ પ્રશ્નો મોકલવામાં આવ્યા છે જેના કારણે તેની મંજૂરીમાં હજુ પણ વિલંબ થઈ શકે છે.

who

વાસ્તવમાં, ભારત સરકાર ઈચ્છે છે કે જલ્દીમાં જલ્દી કોવેક્સીનને માન્યતા મળી જાય જેથી તેને લગાવનારા લોકો સરળતાથી વિદેશ યાત્રા કરી શકે. આના માટે WHOને બધા દસ્તાવેજો પણ ઉપલબ્ધ કરાવી દીધા હતા પરંતુ સૂત્રોની માનીએ તો તેમની તપાસ બાદ સંગઠને ભારત બાયોટેકને ઘણા ટેકનિકલ પ્રશ્નો મોકલવ્યા છે જેનો જવાબ આપવામાં સમય લાગશે. જેનાથી સ્પષ્ટ છે કે હજુ પણ આની મંજૂરી માટે વધુ સમય રાહ જોવી પડશે. આની સૌથી વધુ અસર વિદેશોમાં અભ્યાસ કરતા છાત્રો પર પડશે.

વળી, આ રિપોર્ટથી ભારત સરકારની પણ ચિંતા વધી જશે. ગયા શુક્રવારે કેન્દ્રીય આરોગ્ય રાજ્ય મંત્રી ડૉ. ભારતી પ્રવીણ પવારે કહ્યુ હતુ કે અનુમોદન માટે દસ્તાવેજ જમા કરાવવાની એક પ્રક્રિયા છે. કોવેક્સીનને WHOની ઈમરજન્સી ઉપયોગ પ્રાધિકરણ જલ્દી અપેક્ષિત છે. તેની પહેલા નીતિ આયોગના સભ્ય ડૉ. વીકે પૉલે કહ્યુ હતુ કે WHOના આ મહિનાના અંત સુધી કોવેક્સીનને માન્યતા આપવાની આશા છે પરંતુ હવે WHO તરફથી આવેલ ટેકનિકલ પ્રશ્નોના કારણે વધુ રાહ જોવી પડશે.

જર્મનીમાં નવા નિયમ

હાલમાં જ જર્મનીએ નવી પ્રવાસ ગાઈડલાઈન જાહેર કરી હતી. જે મુજબ કોવેક્સીન જેવી કોરોના વેક્સીન જેને WHOની માન્યતા મળી નથી તેને લગાવનારા જર્મનીની યાત્રા પર આવે તો તેમણે આરટી-પીસીઆર રિપોર્ટ સાથે લાવવાનો રહેશે જે 72 કલાકથી વધુ જૂનો ન હોવો જોઈએ.

English summary
Technical queries sends by WHO to Bharat Biotech Covaxin: Sources
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X