National Youth Festival માં બોલ્યા મોદી, ટેક્નોલોજી અને ઇનોવેશનથી નવી ક્રાંતિ થશે, યુવાને મળશે તક
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વમી વિવકેનંદના જન્મ દિવસ નિમિતે દેશના યુવાનોને સંબોધન કર્યુ હતુ. અને કહ્યુ હતુ કે, યુવાનો ટેક્નોલોજીથી વિજ્ઞાનના ક્ષેત્રમાં દેશનું નામ સમગ્ર દુનિયામાં રોશન કરી રહ્યા છે.
કર્ણાટકામાં આયોજિત કરવામાં આવેલા યુથ ફેસ્ટીવલમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્ણાટકના હૂબલીમાં પોતાના સંબોધનમાં દરમિયાન દેશના યુવા શક્તિને આહ્વાન કરીને કહ્યુ કે, યુવાશક્તિના સપના ભારતની દિશા નક્કી કરે છે. યુવા શક્તિની આકાંક્ષાઓ ભારતમાં મંજીલ નક્કી કરે છે. યુવા શક્તિની આકાંક્ષા ભારતનું લક્ષ્ય નક્કી કરે છે. યુવા શક્તિનું જૂનુન ભારતની શક્તિ નક્કી કરે છે.

પીએમ મોદીએ કહ્યુ કે, યુવા શક્તિને વહન કરવા માટે આપણે વિચારોથી યુવા થવુ પડશે. યુવા હોવુ આપણા પ્રયાસોમાં ગીતિશીલ થવાનુ છે. આપમા પરીપેક્ષ્યમાં મનોરંજન થવાનુ છે. યુવા થવુ એટલે વ્યવહારિક થવાનુ છે. જો દુનિયા સમાધાન માટે આપણી તરફ જોવે છે, તો તે આપણી અમૃત પેઢીના કારણે છે.
ભારતીય યુવાઓનું ટેલેન્ટ
પ્રધાનમંત્રી મોદીએ કહ્યુ કે, ભારત દરેક કિસ્સામાં યુવાઓની પ્રતિભા અને ક્ષમતા અવિશ્વસનીય ઉદાહરણ છે. આજે પણ ગમિતથી લઇને વિજ્ઞાન જ્યારે પણ વૈશ્વિક મંચ પર પ્રતિયોગિતા થાય છે. તો ભારતીય યુવાઓની પ્રતિભા દુનિયાને ચકિત કરે છે.
કર્ણટકાના હૂબલીમાં રાષ્ટ્રીય યુવા સમોત્સવ 2023 માં પીએમ મોદીએ આઝાદીના 75 વર્ષના અવસરે આઝાદીના અમૃત મહોત્વનો ઉલ્લેખ કરી યુવાઓ યુવાઓ સહિત તમામ દેશ વાસીઓની જવાબદારીની યાદ પણ અપાવી હતી. તેમણે કહ્યુ કે, આજે અમૃત કાલમાં આપણ કર્તવ્ય પર બળ આપતા અને સમજાવાતા દેશને આગળ વધારવુ છે. તેના માટે યુવાઓને સ્વામી વિવેકાનંદ પાસે પ્રેરણા છે. જણાવી દઇએ કે, સ્વામી વિવેકાનદની 12 જાન્યુઆરીએ જયંતી હતી. જેને દેશમાં રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવામાં આવે છે.












Click it and Unblock the Notifications
