For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદી સામે નામાંકન રદ થયા બાદ તેજ બહાદૂરે ખખડાવ્યો સુપ્રીમ કોર્ટનો દરવાજો

વારાણસી લોકસભા સીટથી સમાજવાદી પાર્ટીની ટિકિટ પર ઉમેદવારી ફોર્મ રદ થયા બાદ પૂર્વ બીએસએફ જવાન તેજ બહાદૂરે હવે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે.

|
Google Oneindia Gujarati News

વારાણસી લોકસભા સીટથી સમાજવાદી પાર્ટીની ટિકિટ પર ઉમેદવારી ફોર્મ રદ થયા બાદ પૂર્વ બીએસએફ જવાન તેજ બહાદૂરે હવે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. ન્યૂઝ એજન્સી એએનઆઈ અનુસાર તેજ બહાદૂરે સુપ્રીમ કોર્ટમાં ઉમેદવારી ફોર્મ રદ કરાવાને પડકાર આપ્યો છે. તેજ બહાદૂર તરફથી વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણ આ કેસમાં કોર્ટ સામે દલીલ કરશે. તમને જણાવી દઈએ કે તેજ બહાદૂર પર માહિતી છૂપાવવાના આરોપમાં કાર્યવાહી કરીને ચૂંટણી અધિકારીએ તેમનુ ઉમેદવારી ફોર્મ રદ કરી દીધુ છે.

આ પણ વાંચોઃ અમરનાથ યાત્રાઃ શિવભક્તોની આતુરતાનો અંત, સામે આવ્યો બર્ફાની બાબાનો ફોટોઆ પણ વાંચોઃ અમરનાથ યાત્રાઃ શિવભક્તોની આતુરતાનો અંત, સામે આવ્યો બર્ફાની બાબાનો ફોટો

સોગંદનામામાં આપી અલગ અલગ માહિતી

સોગંદનામામાં આપી અલગ અલગ માહિતી

વાસ્તવમાં તેજ વારાણસી લોકસભા સીટથી તેજ બહાદૂરે બે વાર ઉમેદવારી ફોર્મ ભર્યુ, જેમાં પહેલી વાર તેમણે અપક્ષ ઉમેદવાર રૂપે ફોર્મ ભર્યુ હતુ. જ્યારે બીજી વાર તે સપા ટિકિટ પર ઉમેદવારી ફોર્મ ભર્યુ. પરંતુ આ બંનેના ઉમેદવારી ફોર્મમાં તેજ બહાદૂરે જે માહિતી આપી હતી તે અલગ અલગ હતી. તેજ બહાદૂરે જ્યારે ફરીથી ઉમેદવારી ફોર્મ ભર્યુ તો તેમણે બીએસએફમાંથી કાઢી મૂકાયાની માહિતી ન આપી જ્યારે પહેલી વાર સોગંદનામામાં આ વાત તેમણે લખી હતી.

નક્કી કરેલા સમય પર ન આપી માહિતી

ત્યારબાદ ચૂંટણી અધિકારીએ તેજ બહાદૂરને નોટિસ આપીને નક્કી સમયમર્યાદાની અંદર જવાબ આપવા માટે કહ્યુ. પરંતુ તેજ બહાદૂરે સમય પર જવાબ આપ્યો નહિ અને ચૂંટણી અધિકારીએ તેમનુ ઉમેદવારી ફોર્મ રદ કરી દીધુ. ત્યારબાદ આ મામલાએ તુલ પકડી લીધુ અને તેજ બહાદૂક મીડિયા સામે આવ્યા અને તેમણે પંચ પર તાનાશાહીના વલણનો આરોપ લગાવ્યો. તેજ બહાદૂરના વકીલે કહ્યુ કે અમે ચૂંટણી પંચને પુરાવા આપ્યા ત્યારબાદ પણ તેમનું ઉમેદવારી ફોર્મ રદ કરવામાં આવ્યુ. ત્યારબાદ હવે આ કેસ સુપ્રીમ કોર્ટમાં પહોંચી ગયો છે.

તેજ બહાદૂર પર કેસ પણ નોંધાઈ ચૂક્યો છે

તેજ બહાદૂર પર કેસ પણ નોંધાઈ ચૂક્યો છે

વારાણસી લોકસભા સીટ પરથી ઉમેદવારી ફોર્મ રદ થયા બાદ તેજ બહાદૂર સામે કેન્ટ પોલિસ સ્ટેશનાં આદર્શ આચાર સંહિતાના ઉલ્લંઘનના આરોપમાં કેસ પણ ફાઈલ થઈ ચૂક્યો છે. તેજ બહાદૂર પર આરોપ હતો કે ઉમેવારી ફોર્મ રદ થયા બાદ તેમણે કચેરી પરિસરમાં વિરોધ પ્રદર્શન કર્યુ હતુ. તમને જણાવી દઈએ કે વકીલ કમલેશ ચંદ ત્રિપાઠીની દલીલ પર વારાણસી પોલિસે કેન્ટ પોલિસ સ્ટેશનમાં તેજ બહાદૂર અને તેમની સાથે હાજર બીએસએફના સસ્પેન્ડ જવાનો પર કલમ 148 અને 188 હેઠળ કેસ ફાઈલ કર્યો છે.

English summary
Tej Bahadur Yadav moves SC against EC decision to cancel his nomination from Varanasi seat
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X