• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

સૌથી નાની ઉંમરના ભાજપ ઉમેદવાર તેજસ્વી સૂર્યાએ કેમ ડિલીટ કર્યુ 2014નું એ ટ્વીટ?

|

તેજસ્વી સૂર્યા કે જે આ લોકસભા ચૂંટણીમાં કર્ણાટકની દક્ષિણ બેંગલુરુ સીટથી ભાજપના ઉમેદવાર છે તે હાલમાં મીડિયાના દરેક પ્લેટફોર્મ પર ચર્ચિત ચહેરો છે. 28 વર્ષના તેજસ્વી સૂર્યાનું નામ જે દિવસથી લોકસભા ચૂંટણી માટે ફાઈનલ થયુ છે. તે જ દિવસથી તેજસ્વી પોતાના ટ્વીટ માટે ચર્ચામાં છે. પહેલા તે પોતાની ખુશી વ્યક્ત કરનાર ટ્વીટ કરવાના કારણે ચર્ચામાં હતા અને હવે તે પોતાના એક પાંચ વર્ષ જૂના ટ્વિટને ડિલીટ કરવાના કારણે સમાચારોમાં છે.

તેજસ્વીએ ડિલીટ કર્યુ પોતાનું પાંચ વર્ષ જૂનુ Tweet

તેજસ્વીએ ડિલીટ કર્યુ પોતાનું પાંચ વર્ષ જૂનુ Tweet

વાસ્તવમાં ભાજપના યુવા નેતા તેજસ્વીએ પોતાના પાંચ વર્ષ જૂના એ ટ્વિટને ડિલીટ કરી દીધુ જેમાં તેમણે મહિલા અનામત બિલ વિશે લખ્યુ હતુ. તેમણે મોદી સરકાર બનવાના થોડા દિવસો બાદ જ ટ્વીટ કર્યુ હતુ કે સંસદમાં મહિલા અનામત એક અપવાદની સ્થિતિ છે અને મોદી સરકારનો એજન્ડા ઘણો પ્રેરિત કરનાર છે. તે દિવસ ડરામણો હશે જ્યારે મહિલા અનામત વાસ્તવિકતા બની જશે. જો કે પાંચ વર્ષ જુ આ ટ્વીટ હતુ જેને ડિલીટ કરવાની શું જરૂર હતી એ વાત કોઈને સમજાતી નથી.

અનંત કુમારની સીટ હતી દક્ષિણી બેંગલુરુની સીટ

અનંત કુમારની સીટ હતી દક્ષિણી બેંગલુરુની સીટ

તમને જણાવી દઈએ કે દક્ષિણી બેંગલુરુની સીટ પરંપરાગત રીતે ભાજપના દિગ્ગજ નેતા અનંત કુમારની રહી છે. 1996 બાદથી તે અહીંથી રેકોર્ડ છ વાર ચૂંટાયા હતા પરંતુગયા વર્ષે તેમનુ નિધન થઈ ગયા બાદ આ સીટ ખાલી થઈ ગઈ હતી. ચૂંટણી વર્ષ હોવાના કારણે આ સીટ પર પેટાચૂંટણી થઈ નહોતી. હવે લોકસભા ચૂંટણી 2019થી ભાજપ એક ખૂબ જ યુવા ચહેરાને ઉમેદવાર બનાવ્યો છે. આમ તો સૂર્યાની ઉંમર ભલે નાની હોય પરંતુ તે રાજકારણમાં નવા નથી. તે છાત્ર નેતા રહી ચૂક્યા છે અને અભ્યાસ દરમિયાન ભાજપની છાત્રવિંગ એબીવીપી સાથે જોડાયેલા હતા.

ધારાસભ્ય એલ એ રવિસુબ્રમણ્યનના ભત્રીજા છે સૂર્યા

ધારાસભ્ય એલ એ રવિસુબ્રમણ્યનના ભત્રીજા છે સૂર્યા

તમને જણાવી દઈએ કે સૂર્યા મૂળ રૂપે કર્ણાટકના ચિકમંગલૂર જિલ્લાના રહેવાસી છે અ બાસાવાનગુડી વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય એલ એ રવિસુબ્રમણ્યનના ભત્રીજા છે. આમ તો સૂર્યા વ્યવસાયે વકીલ છે અને તેમણે બેંગલુરુના ઈન્સ્ટીટ્યુટ ઑફ લીગલ સ્ટડીઝમાંથી કાયદાનો અભ્યાસ કર્યો છે અને તે કર્ણાટક હાઈકોર્ટમાં પ્રેકટીસ પણ કરે છે. આ ઉપરાંત તે હાલમાં ભારતીય જનતા યુવા મોરચાના રાજ્ય મહાસચિવ છે સાથે પાર્ટીની નેશનલ સોશિયલ મીડિયા ટીમના પણ સભ્ય છે.

OMG... OMG...મને ભરોસો નથી થઈ રહ્યો..

5 માર્ચે ટિકિટ મળવાની ઘોષણા થયા બાદ સૂર્યાએ ટ્વીટ કરીને લખ્યુ હતુ, ‘OMG... OMG...મને ભરોસો નથી થઈ રહ્યો.. દુનિયાના સૌથી મોટા લોકતંત્રના પ્રધાનમંત્રી અને દુનિયાની સૌથી મોટી રાજકીય પાર્ટા અધ્યક્ષે 28 વર્ષના યુવાન પર વિશ્વાસ દર્શાવ્યો છે. આવુ માત્ર પાર્ટી ભાજપમાં જ બની શકે છે. માત્ર નરેન્દ્ર મોદીના નવા ભારતમાં થઈ શકે છે.'

અનંત કુમારની પત્નીની જગ્યાએ સૂર્યાને મળી ટિકિટ

અનંત કુમારની પત્નીની જગ્યાએ સૂર્યાને મળી ટિકિટ

અનંત કુમારના ગયા બાદ બધાને લાગી રહ્યુ હતુ કે આ સીટ પર તેમની પત્ની તેજસ્વીની અનંત કુમારને મોકો મળશે પરંતુ પાર્ટી હાઈ કમાન્ડે સૂર્યાને પસંદ કર્યા જેની પાછળ કારણ જણાવવામાં આવ્યુ કે તે યુવાન અને સારા વક્તા છે જ્યારે લાંબા સમયથી સામાજિક કાર્યોમાં લિપ્ત અનંત કુમારની પત્નની પાર્ટીએ મોકો ન આપ્યો. જેનાથી પાર્ટીના કાર્યકર્તાઓને થોડી નિરાશા પણથઈ છે. જેના વિશે તેજસ્વીનીએ મીડિયામાં નિવેદન આપ્યુ હતુ કે આ નિર્ણયથી પાર્ટી કાર્યકર્તાઓમાં થોડોઘણો અસંતોષ હોઈ શકે છે પરંતુ બધાએ એ સમજવાની જરૂર છે કે આ પાર્ટી નેતાઓનો નિર્ણય છે. મારા પતિ માટે દેશ પહેલા નંબરે હતો અને મોદીજીનું સત્તામાં ફરીથી આવવુ જરૂરી છે. જો પાર્ટીએ સૂર્યાને પસંદ કર્યા છે તો આની પાછળ કોઈ મોટુ કારણ હશે. અમે પક્ષના નિર્ણયનું સમ્માન કરે છે.

આ પણ વાંચોઃ ચૂંટણી રેલીમાં સંબિત પાત્રા ભગવાનની મૂર્તિ લઈ પહોંચ્યા, કોંગ્રેસે નોંધાવી ફરિયાદ

English summary
Tejasvi Surya, the BJP's candidate is at the centre of attention since he was named for the high-profile constituency.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more