telangana assembly election 2023: ચૂંટણી પ્રચાર દરમિયાન KCRની પાર્ટીના સાંસદ પર ચાકુ વડે હુમલો, હાલત ગંભીર

telangana assembly election 2023: તેલંગાણા વિધાનસભા ચૂંટણીના પ્રચાર વચ્ચે સત્તારૂઢ મુખ્યમંત્રી કેસીઆરની પાર્ટી ભારત રાષ્ટ્ર સમિતિ સાંસદ કોઠા પ્રભાકર રેડ્ડીને સિદ્દીપેટમાં તેમના કેમ્પેઇન દરમિયાન એક અજાણ્યા વ્યક્તિએ પેટમાં ચાકુ માર્યું હતું.

સાંસદ કોઠા પ્રભાકર રેડ્ડી પર એ સમયે હુમલો કરવામાં આવ્યો હતો, જ્યારે તેઓ સિદ્દીપેટ જિલ્લામાં તેમની પાર્ટી માટે પ્રચાર કરી રહ્યા હતા, સમર્થન માંગી રહ્યા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હુમલાખોરે સાંસદને ત્યારે ચાકુ માર્યું જ્યારે તેઓ પૂજારીના ઘર તરફ જઈ રહ્યા હતા.

telangana assembly election 2023

આ હુમલામાં સાંસદ કોઠા પ્રભાકર રેડ્ડી સુરક્ષિત છે. આ ઘટના દૌલતાબાદ મંડલના સુરમપલ્લી ગામમાં બની હતી. સિદ્ધિપેટના કમિશનર એન શ્વેતાના જણાવ્યા અનુસાર, તેમને ગજવેલ રિફર કરવામાં આવ્યા છે. કથિત આરોપી કસ્ટડીમાં છે, પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, એક અજાણ્યો વ્યક્તિ તેની નજીક આવ્યો અને એવું લાગી રહ્યું હતું કે, નેતા તેની (એમપી) સાથે હાથ મિલાવવા માંગે છે, પરંતુ તેણે અચાનક છરી કાઢી અને તેના પેટમાં છરી મારી દીધી હતી. હુમલાખોરને રેલીમાં બીઆરએસના કાર્યકરોએ પકડી લીધો હતો અને ભારે માર માર્યો હતો. બાદમાં તેને પોલીસને હવાલે કરવામાં આવ્યો હતો.

કહેવામાં આવી રહ્યું છે કે, જે સમયે આ ઘટના બની હતી. સમગ્ર વાતાવરણ ગરમાયું હતું. તેણે તરત જ સાંસદની કમર પર કપડું બાંધ્યું અને તેને કારમાં લઈ ગયો, જ્યાંથી તેને હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો. હાલમાં સાંસદ કોઠા પ્રભાકર રેડ્ડી સંપૂર્ણપણે સુરક્ષિત છે.

વાસ્તવમાં તેલંગાણાના મેડકના સાંસદ અને વિધાનસભા ચૂંટણીમાં BRSના ઉમેદવાર કોઠા પ્રભાકર રેડ્ડી ચૂંટણી પ્રચાર માટે સુરમપલ્લી ગામમાં પહોંચ્યા હતા. ઈજાગ્રસ્ત પ્રભાકરને તાત્કાલિક ગજવેલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાંથી તેને હૈદરાબાદ શિફ્ટ કરવામાં આવ્યો છે.

સિદ્ધિપેટ પોલીસ કમિશનર એન સ્વેતાએ જણાવ્યું હતું કે, હુમલાખોરને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. અમે તેની સાથે સંબંધિત દરેક વિગતોની સંપૂર્ણ તપાસ કરી રહ્યા છીએ. ઉલ્લેખનીય છે કે, તેલંગાણામાં વિધાનસભા ચૂંટણી 2023 માટે 30 નવેમ્બરના રોજ એક જ તબક્કામાં મતદાન થશે. તેલંગાણા ચૂંટણીના પરિણામ 3 ડિસેમ્બરના રોજ આવશે. કુલ 119 બેઠકો પર મતદાન થશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X