For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તેલંગાણામાં બળવાખોરોએ TRS અને કોંગ્રેસની મુસ્કેલી વધારી, આગામી ત્રણ દિવસ રહેશે મહત્વના

તેલંગાણામાં બળવાખોરોએ TRS અને કોંગ્રેસની મુસ્કેલી વધારી

|
Google Oneindia Gujarati News

હૈદરાબાદઃ તેલંગાણા વિધાનસભા ચૂંટણી દરમિયાન પણ રાજનૈતિક દળોને બળવાખોરોનો ડર સતાવી રહ્યો છે. કોંગ્રેસ અને તેલંગાણા રાષ્ટ્ર સમિતિ માટે આગામી ત્રણ દિવસ ભારે મહત્વના સાબિત થનાર છે. આ બંને પાર્ટીઓને નામાંકન પરત લેવાની આખરી તારીખ સુધી ઈંતેજાર કરવો પડશે કે બગાવત કરનાર કેટલા નેતા મેદાનમાં રહી જાય છે અને કેટલા મુશ્કેલી વધારશે. મોડેથી ઉમેદવારોની ઘોષણા કરવાના કારણે કોંગ્રેસ માટે વધુ મુશ્કેલી જોવા મળી રહ્યો છે.

કેટલીક સીટો પર બળવાખોરો અસર કરી શકે

કેટલીક સીટો પર બળવાખોરો અસર કરી શકે

તેલંગાણા વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે ઉમેદવારોની જાહેરાત મોડેથી કરી હતી. જો કે ટીઆરએસ પાસે બળવાખોરોને મનાવવાનો સમય હતો કેમ કે પાર્ટીએ ઉમેદવારોની ઘોષણા જલદી કરી દીધી હતી. ભાજપે પણ કેટલાક વિધાનસભા ક્ષેત્રોમાં બળવાખોરોના તેવરનો સામનો કરવો પડ્યો છે. વિશ્લેષકો મુજબ કેટલીક સીટો પર બળવાખોરોની હાજરી પરિણામ બદલી શકે છે.

ટીઆરએસ અને કોંગ્રેસની મુશ્કેલી વધી

ટીઆરએસ અને કોંગ્રેસની મુશ્કેલી વધી

ટીડીપી પ્રમુખ અને આંધ્ર પ્રદેશના સીએમ ચંદ્રબાબૂ નાયડૂ પાર્ટીથી નારાજ નેતાઓને મનાવવાની કોશિશ કરી રહ્યા છે. કોંગ્રેસે બળવાખોરોને વાપસી માટે રાજી કરવા એક સમિતિ બનાવી છે. જ્યારે ટીઆરએસના કેટી રામા રાવ અને ટી હરિશ રાવ પોતાના નારાજ નેતાઓને મનાવવાના પ્રયત્નો કરી રહ્યા છે.

બળવાખોરોએ રાજનૈતિક દળોની મુશ્કેલી વધારી

બળવાખોરોએ રાજનૈતિક દળોની મુશ્કેલી વધારી

સેરિલિમગમપલ્લીમાં પૂર્વ ધારાસભ્ય બિક્ષાપતિ યાદવે ટીડીપી ઉમેદવાર ભવ્યા આનંદ પ્રદાસ વિરુદ્ધ બાગી નેતાઓની વિરુદ્ધ પોતાનું નામાંકન કરી દીધું છે. ખૈરતાબાદમાં ટીઆરએસ નેતા ગોવર્ધન રેડ્ડી ટીઆરએસ ઉમેદવાર નાગેન્દ્ર વિરુદ્ધ મેદાનમાં ઉતર્યા છે. પૂર્વ ગૃહ મંત્રી સબિતા ઈન્દ્ર રેડ્ડીના દીકરાએ રાજેન્દ્રનગરથી પોતાનું નામાંકન ભર્યું છે. હાલાત એવા છે કે ટીઆરએસએ 25થી વધુ સીટો પર બળવાખોર નેતાઓનો સામનો કરવો પડી રહ્યો છે.

Video: વોટ માંગવા આવેલા ધારાસભ્યને જૂતાંનો હાર પહેરાવી દીધોVideo: વોટ માંગવા આવેલા ધારાસભ્યને જૂતાંનો હાર પહેરાવી દીધો

English summary
Telangana Assembly elections 2018: Next 3 days crucial for TRS and Congress over rebels
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X