For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

CMની ચેતવણી, લૉકડાઉનના નિયમ તોડ્યા તો આપશે ગોળી મારવાનો આદેશ

અમુક લોકો લૉકડાઉનના નિર્દેશોને અવગણીને બહાર નીકળી રહ્યા છે. તેલંગાનાના મુખ્યમંત્રીએ આવા લોકોને કડક ચેતવણી આપી છે.

|
Google Oneindia Gujarati News

કોરોના વાયરસના સંક્રમણના કેસ સતત વધી રહ્યા છે. કોરોના વાયરસના વધતા સંક્રમણને જોતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવ્યાપી લૉકડાઉનની ઘોષણા કરી દીધી છે. આગલા 21 દિવસ માટે દેશમાં લૉકડાઉન રહેશે, લોકોને ઘરમાં રહેવાની અપીલ કરવામાં આવી છે. અમુક લોકો લૉકડાઉનના નિર્દેશોને માની રહ્યા છે. વળી, અમુક લોકો લૉકડાઉનના નિર્દેશોને અવગણીને બહાર નીકળી રહ્યા છે. તેલંગાનાના મુખ્યમંત્રીએ આવા લોકોને કડક ચેતવણી આપી છે.

k chandrashekar rao

તેલંગાનાના મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવે લૉકડાઉનના નિયમોને અવગણના કરનાર લોકોને સ્પષ્ટ કહ્યુ છે કે જો તેમણે વાત ન માની તો રાજ્યમાં સેના તૈનાત કરી દેવામાં આવશે અને આવા લોકોને જોતા જ ગોળી મારવાનો આદેશ જારી કરી દેવામાં આવશે. મુખ્યમંત્રીએ કહ્યુ કે જો લોકોએ પોલિસની વાત ન સાંભળી અને લૉકડાઉન દરમિયાન પણ ઘરમાંથી બહાર નીકળ્યા તો સરકાર રાજ્યમાં સેના તૈનાત કરી ગોળી ચલાવવાનો આદેશ જારી કરી દેશે.

તેમણે કહ્યુ કે આ વાત હું પોલિસની મદદ કરવા માટે કહી રહ્યો છુ. તમને જણાવી દઈએ કે 31 માર્ચ સુધી તેલંગાના સરકારે રાજ્યમાં લૉકડાઉની ઘોષણા કરી છે. જો કે હવે દેશભરમાં 21 માર્ચ સુધી લૉકડાઉન રહેશે. તેમણે કહ્યુ કે જો રાજ્યમાં પોલિસ સ્થિતિને નિયંત્રિત કરવાના નિષ્ફળ રહી તો સેના તૈનાત કરવામાં આવશે અને જો લોકો નિયમોનુ ઉલ્લંઘન કરશે તો તેમને ગોળી મારવાનો આદેશ પણ આપવામાં આવી શકે છે. તેમણે કહ્યુ કે લોકોએ લૉકડાઉનનુ કડક રીતે પાલન કરવાનુ છે. તેમણે લોકોને ઘરોમાં રહેવાની અપીલ કરી. તેલંગાનામાં કોરોના વાયરસના 36 કેસ સામે આવી ચૂક્યા છે.

આ પણ વાંચોઃ ઈટલીમાં એક દિવસમાં રેકૉર્ડ 743 લોકોના કોરોના વાયરસના કારણે મોતઆ પણ વાંચોઃ ઈટલીમાં એક દિવસમાં રેકૉર્ડ 743 લોકોના કોરોના વાયરસના કારણે મોત

English summary
Telangana Chief Minister K Chandrashekar Rao said ‘shoot-at-sight' order will be issued if people don't follow lockdown orders
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X