For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તેલંગાણા બાદ હવે ગોરખાલેન્ડ, વિદર્ભ અલગ રાજ્ય માટે પ્રદર્શન શરૂ

|
Google Oneindia Gujarati News

દાર્જિલિંગ, 31 જુલાઇ : તેલંગાણા બાદ ગોરખાલેન્ડને અલગ રાજ્ય બનાવવા માટે ફરીથી પ્રદર્શન શરૂ થઇ ગયા છે. ગોરખા જનમુક્તિ મોર્ચાએ પ્રવાસીઓને અપિલ કરી છે કે તેઓ વિસ્તાર ખાલી કરી દે જેથી પ્રદર્શન દરમિયાન તેમને કોઇ સમસ્યાનો સામનો કરવો ના પડે. અને તેમણે નવા પ્રવાસીઓને પણ અત્રે નહીં આવવા અપિલ કરી છે.

દાર્જિંલિંગના ચોક બજારમાં લોકોએ ફરી ગોરખાલેન્ડ અલગ રાજ્યના હકમાં મશાલ લઇને જુલૂસ કાઢ્યું હતું. ગોરખા જનમુક્તિ મોર્ચાનો દાવો છે કે તેમની માંગ તેલંગાણા કરતા પણ ઘણી જુની છે.

મોર્ચાના નેતા અને ગોરખા ટેરિટોરિયલ એડમિનિસ્ટ્રેશનના અધ્યક્ષ બિમલ ગુરુંગે પોતાનો હોદ્દો છોડવાની પણ જાહેરાત કરી દીધી છે. ગોરખા જનમુક્તિ મોર્ચા હવે આંદોલનને વધુ ઝડપી બનાવવાનો છે.

સમસ્યા એ છે કે તૃણમુલ અને સીપીએમ બંને અલગ ગોરખાલેન્ડ બનાવવાની વિરુદ્ધમાં છે, પરંતુ આંદોલનકારીઓનું વલણ બતાવી રહ્યું છે કે આ વખતે રાજ્ય અને કેન્દ્ર સરકારે ભારે વિરોધ પ્રદર્શનનોનો સામનો કરવો પડી શકે છે. હાલમાં દાર્જિલિંગમાં બંધનો માહોલ છવાઇ ગયો છે.

અલગ હરિત પ્રદેશ:
આ ઉપરાંત અજીત સિંહ ઉત્તર પ્રદેશમાંથી અલગ હરિત પ્રદેશની માંગ કરી રહ્યા છે. તેમનું માનવું છે કે ઉત્તર પ્રદેશ વિસ્તાર અને વસ્તી પ્રમાણે મોટું રાજ્ય છે માટે તેના વિકાસ માટે અલગ હરિત પ્રદેશ રાજ્યનું નિર્માણ થવું જરૂરી છે.

અલગ વિદર્ભ રાજ્ય:
વિલાસ મુત્તેમવારની પણ માંગ છે કે વિદર્ભની માંગ તેલંગાણા કરતા પણ જુની છે, મહારાષ્ટ્રમાંથી અલગ રાજ્ય વિદર્ભ બનવું જોઇએ. જોકે શિવસેના આનો કટ્ટર વિરોધ કરી રહી છે. તેનું કહેવું છે કે અમે મહારાષ્ટ્રના બે ટૂકડા નથી થવા દઇએ.

તેલંગાણા

તેલંગાણા

ગઇકાલે યુપીએ સરકારે અલગ તેલંગાણા રાજ્ય માટે લીલી ઝંડી આપી દીધી છે જેના કારણે દેશમાં અલગ રાજ્યો માટે અન્ય માંગો પણ ઉઠી છે.

ગોરખાલેન્ડ

ગોરખાલેન્ડ

તેલંગાણા બાદ ગોરખાલેન્ડને અલગ રાજ્ય બનાવવા માટે ફરીથી પ્રદર્શન શરૂ થઇ ગયા છે. ગોરખા જનમુક્તિ મોર્ચાએ પ્રવાસીઓને અપિલ કરી છે કે તેઓ વિસ્તાર ખાલી કરી દે જેથી પ્રદર્શન દરમિયાન તેમને કોઇ સમસ્યાનો સામનો કરવો ના પડે. અને તેમણે નવા પ્રવાસીઓને પણ અત્રે નહીં આવવા અપિલ કરી છે. દાર્જિંલિંગના ચોક બજારમાં લોકોએ ફરી ગોરખાલેન્ડ અલગ રાજ્યના હકમાં મશાલ લઇને જુલૂસ કાઢ્યું હતું. ગોરખા જનમુક્તિ મોર્ચાનો દાવો છે કે તેમની માંગ તેલંગાણા કરતા પણ ઘણી જુની છે.

અલગ હરિત પ્રદેશ

અલગ હરિત પ્રદેશ

આ ઉપરાંત અજીત સિંહ ઉત્તર પ્રદેશમાંથી અલગ હરિત પ્રદેશની માંગ કરી રહ્યા છે. તેમનું માનવું છે કે ઉત્તર પ્રદેશ વિસ્તાર અને વસ્તી પ્રમાણે મોટું રાજ્ય છે માટે તેના વિકાસ માટે અલગ હરિત પ્રદેશ રાજ્યનું નિર્માણ થવું જરૂરી છે.

વિદર્ભ

વિદર્ભ

વિલાસ મુત્તેમવારની પણ માંગ છે કે વિદર્ભની માંગ તેલંગાણા કરતા પણ જુની છે, મહારાષ્ટ્રમાંથી અલગ રાજ્ય વિદર્ભ બનવું જોઇએ. જોકે શિવસેના આનો કટ્ટર વિરોધ કરી રહી છે. તેનું કહેવું છે કે અમે મહારાષ્ટ્રના બે ટૂકડા નથી થવા દઇએ.

English summary
Telangana fallout: Vidarbha, Gorkhaland statehood demands intensify.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X