આ એક્ટ્રેસના કારણે ગુરુગ્રામના એક વ્યક્તિનું જીવવું થયું મુશ્કેલ

Written By:
Subscribe to Oneindia News

22 ડિસેમ્બરે તેલુગુ ફિલ્મ હેલો રીલિઝ થઇ અને આ સાથે જ બોક્સ ઓફિસ પર આ ફિલ્મ સુપર હિટ નીવડી. આ ફિલ્મે તેલૂગુ ઇન્ડસ્ટ્રીમાં કલ્યાણીના નામે એક ન્યૂકમર એક્ટ્રેસને રાતો રાત સ્ટાર બનાવી દીધી. અને તેના લાખો ફેન્સ પણ બની ગયા. કલ્યાણી ડાયરેક્ટર પ્રિયદર્શનની દિકરી છે. પણ આ તમામની વચ્ચે દિલ્હી, ગુરુગ્રામના એક કંમ્પ્યૂટર ઓપરેટરનું જીવન અકારણે મુસીબતમાં પડી ગયું છે. સીધા શબ્દોમાં કહીએ તો હેલોની સફળતાએ એક્ટ્રેસ કલ્યાણીને જે સ્ટારડમ આપ્યું તેની કિંમત આ બિચારા કોમ્પ્યૂટર ઓપરેટરે ચૂકવવી પડી. ત્યારે શું આ સમગ્ર વાત જાણો અહીં...

કલ્યાણીના ફેન્સ

કલ્યાણીના ફેન્સ

ફિલ્મના પહેલા શો પછી જ વિકાસના મોબાઇલ ફોન પર અનેક લોકો ફોન કરી રહ્યા છે. ફોન કરનાર તમામ લોકો કલ્યાણીના ફેન્સ છે. અને એક વાર તેની અવાજ સાંભળવા માંગે છે અને તેની સાથે વાત કરવા માંગે છે. કોલ કરનાર ફોન તો એમ સમજીને કરે છે કે કલ્યાણી સાથે વાત થશે પણ મેલ વોઇઝ સાંભળીને તેમનો જુસ્સો ઠંડો પડી જાય છે. વળી બીજી તરફ આવા સતત આવતા ફોન કોલના લીધે કરીને વિકાસનો ગુસ્સો વધી જાય છે.

કેવી રીતે નંબર ફેમસ થયો?

કેવી રીતે નંબર ફેમસ થયો?

તમને લાગશે કે વિકાસનો નંબર કેવી રીતે કલ્યાણીના ફેન્સ સુધી પહોંચ્યો તો અંગ્રેજી વેબસાઇટ ટાઇમ્સ ઓફ ઇન્ડિયાનું માનીએ તો આ ત્યારે થયું જ્યારે ફિલ્મ હેલોમાં કલ્યાણી 100 રૂપિયાની નોટ પર પોતાનો મોબાઇલ નંબર લખીને એક સીનમાં આપે છે. કલ્યાણી જે ફોન નંબર લખે છે તે વિકાસ પ્રજાપતિનો છે. અને લોકોને એમ લાગે છે કે આ નંબરે ફોન કરવાથી કદાચ ખરેખરમાં કલ્યાણી સાથે તે વાતચીત કરી શકે. આમ વિચારીને સતત કલ્યાણીના ચાહકો વિકાસ પ્રજાપતિને દિવસ રાત ફોન કર્યા કરે છે.

વિકાસ કરશે કેસ

વિકાસ કરશે કેસ

જો કે આ મામલે વિકાસે હેલોના નિર્માતા પર કેસ કરવાનો વિચાર બનાવી લીધો છે. કલ્યાણીના ફોનના કારણે તેમનું અંગત જીવનને નુક્શાન થઇ રહ્યું છે. તેને ઓફિસમાં પણ સતત ફોન આવતા રહે છે. અને તેના કારણે તેના બોસ પણ તેનાથી પરેશાન થઇ ગયા છે. ગત થોડા દિવસથી આ જ કારણે તે પોતાની પત્ની જોડે પણ ઠીકથી વાત નથી કરી શકતા. અને સતત વાગતી રિંગના કારણે તેમના બે બાળકો પણ પરેશાન છે.

50 લાખની માંગણી

50 લાખની માંગણી

વિકાસના વકીલ નરેન્દ્રએ જણાવ્યું કે 19 જાન્યુઆરીએ તેમણે ફિલ્મ નિર્માતાને કાનૂની નોટિસ મોકલી હતી. અને માનસિક પ્રતાડના મામલે 50 લાખ ચૂકવવાની માંગણી કરી હતી. તેમણે કહ્યું હતું કે અમારી પાસે મજબૂત પુરાવા છે કે કોલ્સના કારણે વિકાસની પ્રોફેશનલ અને પર્સનલ લાઇફ બગડી રહી છે. ત્યાં જ પ્રજાપતિના લીગલ નોટિસ પર પ્રોડ્યૂસરે કહ્યું કે મૂવીમાં તેમનો નંબર યુઝ કરવા માટે ટેલિકોમ કંપનીથી પરમીશન લેવામાં આવી હતી. જો કે કંપની આ મામલાને નકારી રહી છે.

English summary
The release of Hello! has given the Telugu movie industry its latest star — filmmaker Priyadarshans daughter Kalyani. But it is Vikas Prajapati, a computer operator in Gurugram, who is paying the price of that stardom.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.