For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Good News: એશિયાની ટોપ 100 સંસ્થાઓમાં દેખાઇ સિબ્બલની મહેનત

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 20 જૂન: કોઇપણ દેશના વિકાસમાં શિક્ષણનું ખૂબ જ મહત્વ હોય છે. જો શિક્ષણમાં નાગરિક પાછળ રહી જાય તો એક સફળ ભારતની કામના જ કરી શકાય નહીં. આ સંદર્ભમાં આવેલ એક સમાચારે દેશને ગર્વ કરવાનો અવસર આપ્યો છે. આ વાત માટે પૂર્વ માનવ સંસાધન મંત્રી કપિલ સિબ્બલના વખાણ કરવા જોઇએ.

એશિયાના શ્રેષ્ઠ 100 સંસ્થાનોમાં 10 ભારતીય સંસ્થાનોને સ્થાન મળ્યું છે. એટલું જ નહીં 'ધ ટાઇમ્સ હાયર એજ્યુકેશન' મેગેઝીનની 'એશિયા યૂનિવર્સિટી રેંકિંગ-2014'એ ભારતને સૌથી વધારે સુધાર કરનાર દેશ ગણાવ્યું છે. સંપૂર્ણ લિસ્ટમાં ભારતના 6 આઇઆઇટી સામેલ કરવામાં આવ્યા છે.

IIT
સૂચિમાં સામેલ ભારતીય સંસ્થાનોમાં શ્રેષ્ઠ સ્થાન પર પંજાબ યૂનિવર્સિટી છે. તેને લિસ્ટમાં 32મું સ્થાન મળ્યું છે. ત્યારબાદ 45માં નંબર પર આઇઆઇટી ખડગપુર છે અને 55માં નંબર પર આઇઆઇટી કાનપુર સામેલ છે. આઇઆઇટી દિલ્હી અને રુડકીને 59મું સ્થાન પ્રાપ્ત છે.

74માં નંબર પર આઇઆઇટી ગુવાહાટી અને 75માં સ્થાન પર આઇઆઇટી મદ્રાસ છે. 76માં સ્થાન પર કોલકાતાની જાદવપુર યુનિવર્સિટી છે. સૂચિમાં સામેલ બાકી ભારતીય સંસ્થાનોમાં અલીગઢ મુલ્સિમ યુનિર્સિટી 80મા અને જવાહર લાલ નેહરુ યુનિવર્સિટી 90માં નંબર પર છે.

અત્રે નોંધનીય છે કે વર્ષ 2013માં લિસ્ટમાં ભારતીય સંસ્થાઓની સંખ્યા માત્ર ત્રણ હતી જે આ વર્ષે વધીને દસ થઇ ગઇ છે. આ સફળતાની પાછળ વિદ્યાર્થીઓ-શિક્ષકોની ભૂમિકા તો છે જ, પરંતુ તેની સાથે સાથે સરકારી નીતિયો પણ ક્યાંકને ક્યાંગ જવાબદાર છે.

English summary
Ten Indian Institues including IIT are in Asia's Top 100.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X