For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

J&Kમાં આતંકી હુમલો, 5 બિનકાશ્મીરી મજૂરોની હત્યા કરી, 1 ઘાયલ

J&Kમાં આતંકી હુમલો, 5 બિનકાશ્મીરી મજૂરોની હત્યા કરી, 1 ઘાયલ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ જમ્મુ અને કાશ્મીરમાં આતંકી ઘટનાઓમાં ફરીથી તેજી જોવા મળી છે. એક બાદ એક આતંકી ઘટનાઓ સામે આવી રહી છે. મંગળવારે આતંકીઓએ કાશ્મીરના કુલગામમાં મોટા આતંકી હુમલાને અંજામ આપતાં પાંચ બિન કાશ્મીરી મજૂરોને મોતને ઘાટ ઉતારી દીધા. આતંકવાદીઓએ પાંચ બિન કાશ્મીરીઓની હત્યા કરી દીધી. જ્યારે 1 મજૂર ખરાબ રીતે ઘાયલ થઈ ગયો છે.

jammu and kashmir

સમાચાર એજન્સી એએનઆઈ મુજબ જમ્મુ-કાશ્મીર પોલીસે આ આતંકી હુમલાની જાણકારી આપી. ઘટનાની જાણકારી મળતાં જ વિસ્તારની ઘેરાબંધી કરી સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. આતંકીઓને ઠાર મારવા માટે ત્યાં મોટા પાયે સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત ઘટના સ્થળે વધારાના સુરક્ષાબળને પણ બોલાવી લેવામાં આવ્યા છે. જાણકારી મુજબ આતંકવાદીઓ દ્વારા મારવામાં આવેલ મજૂર પશ્ચિમ બંગાળના છે.

જણાવી દઈએ કે યૂરોપીય સંઘના 23 સાંસદોનું એક શિષ્ટમંડળ જમ્મુ-કાશ્મીરમાં હાલાતની ચકાસણી કરવા બે દિવસીય કાશ્મીરના પ્રવાસે પહોંચ્યા. યૂરોપીય સંના સાંસદોના પ્રવાસને ધ્યાનમાં રાખી સુરક્ષા વ્યવસ્થા સખ્ત કરી દેવામાં આવી છે, પરંતુ છતાં આતંકીઓએ આ હુમલાને અંજામ આપ્યો.

જણાવી દઈએ કે જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 ખતમ કર્યા બાદથી સતત આતંકી ઘટનાઓ વધી રહી છે. અકળાયેલ આતંકીઓ ટ્રક ડ્રાઈવરો, વેપારીઓ અને અન્ય રાજ્યોમાંથી આવેલ મજૂરોને નિશાન બનાવી તેમના પર હુમલા કરી રહ્યા છે.

રિયાદમાં બોલ્યા પીએમ મોદી- ભારતમાં રોકાણની અપાર સંભાવના, કોઈને નુકસાન નહિ થાયરિયાદમાં બોલ્યા પીએમ મોદી- ભારતમાં રોકાણની અપાર સંભાવના, કોઈને નુકસાન નહિ થાય

English summary
terror attack in jammu and kashmir, 5 non kashmiri laborers killed
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X