નરેન્દ્ર મોદી સરકારમાં આતંકવાદ બેફામ, કોંગ્રેસે લિસ્ટ જારી કરી જવાબ માંગ્યો
સેનાના નામે વોટ માંગતી નરેન્દ્ર મોદી સરકારને સેનાના જવાનોની કોઈ ખાસ પરવા હોય તેવુ લાગતું નથી. હવે કોંગ્રેસે આતંકવાદી હુમલાઓની યાદી જારી કરીને સરકાર પાસે જવાબ માંગ્યો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં NDA સરકારે તેના ત્રીજા કાર્યકાળમાં 49 દિવસમાં જ દેશની સેનાને આતંકવાદી હુમલાના કારણે ઘણું નુકસાન થયું છે. મુખ્ય વિપક્ષી પાર્ટી કોંગ્રેસે સોશિયલ મીડિયા પર આ મુદ્દો ઉઠાવ્યો છે અને મોદી સરકાર પર પ્રહારો કર્યા છે.

કોંગ્રેસની સોશિયલ મીડિયા ટીમના વડા સુપ્રિયા શ્રીનેતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું કે, અત્યાર સુધી 15 વીર જવાનો શહીદ થયા છે, પરંતુ ન તો મીડિયામાં ગુસ્સો છે કે ન તો નરેન્દ્ર મોદીએ શ્રદ્ધાંજલિનો એક શબ્દ પણ ઉચ્ચાર્યો છે.
કોંગ્રેસ નેતાએ પોતાની પોસ્ટમાં 9 જૂનથી 27 જુલાઈ વચ્ચે થયેલી આતંકવાદી ઘટનાઓનો પણ ઉલ્લેખ કર્યો છે.
સુપ્રિયા શ્રીનેતે ઘટનાની તારીખ સાથે સ્થળનો ઉલ્લેખ કર્યો છે પરંતુ શહીદ થયેલા જવાનોની ક્રમિક સંખ્યા આપી નથી. તેથી કુલ 15 જવાનો શહીદ થયા હોવાના દાવો કરાયો છે. કોંગ્રેસ પાર્ટીના સત્તાવાર એક્સ એકાઉન્ટ પર પણ આ જ સવાલ પૂછવામાં આવ્યા છે.
જણાવી દઈએ કે, નરેન્દ્ર મોદી સરકારમાં સતત આતંકી હુમલા થઈ રહ્યાં છે. આ ઘટનાઓમાં મોટી સંખ્યામાં સેનાના જવાનોએ પોતાના જીવ ગુમાવ્યા છે. આ હુમલાઓ રોકવા નરેન્દ્ર મોદી સરકાર કોઈ નક્કર પગલા લઈ રહી હોય તેવા કોઈ અહેવાલ નથી.












Click it and Unblock the Notifications
