નવી સરકારના શપથગ્રહણ વચ્ચે કાશ્મીરમાં આતંકી હુમલો, 10 લોકોના મોત
કાશ્મીરમાં આતંકવાદ ખતમ થઈ ગયો હોવાના દાવા કરનારી સરકારના શપથગ્રહણ સમારોહ દરમિયાન જ આતંકી હુમલો થયો છે. આ હુમલામાં 10 લોકોના મોત થયા છે.
જમ્મુ-કાશ્મીરના રિયાસીમાં આતંકીઓએ શ્રદ્ધાળુઓની બસ પર હુમલો કર્યો છે. આ હુમલામાં 10 લોકોના મોત થયા છે અને કેટલાક લોકો ઘાયલ થયા છે.

દિલ્હીમાં નરેન્દ્ર મોદી અને નવા મંત્રીમંડળના શપથ ગ્રહણ સમારોહ દરમિયાન રિયાસી જિલ્લાના કાંડા વિસ્તારમાં આ હુમલો થયો.
રિયાસીના એસએસપી મોહિતા શર્માએ જણાવ્યું કે, આતંકવાદીઓએ શિવ ઘોડીથી કટરા જઈ રહેલી બસ પર ગોળીબાર કર્યો, જેમાં ડ્રાઈવર ઘાયલ થયો અને તેણે બસ પરનો કાબૂ ગુમાવ્યો. જેના કારણે બસ ખાઈમાં જતી રહી. આ ઘટનામાં 10 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે, જ્યારે 33 લોકો ઘાયલ થયા છે.
મોહિતા શર્માએ જણાવ્યું કે, બસમાં સવાર અન્ય મુસાફરોને બચાવી લેવાયા છે. મુસાફરોની ઓળખ થઈ નથી. મોટાભાગના શ્રદ્ધાળુઓ ઉત્તર પ્રદેશના છે. સુરક્ષા દળોએ શિવ ઘોડી મંદિર વિસ્તારને સુરક્ષિત કરી લીધો છે અને તેને પોતાના નિયંત્રણમાં લઈ લીધો છે.












Click it and Unblock the Notifications
