For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'એર ઈન્ડિયાની ફ્લાઈટમાં એક આતંકવાદી છે' સાંભળીને ફ્લાઈટમાં થયો ખળભળાટ

એર ઈન્ડિયાની દિલ્લી-ગોવા ફ્લાઈટમાં એક મુસાફરે દાવો કર્યો કે ફ્લાઈટની અંદર એક આતંકવાદી હાજર છે.

|
Google Oneindia Gujarati News

પણજીઃ એર ઈન્ડિયાની દિલ્લી-ગોવા ફ્લાઈટમાં એક મુસાફરે દાવો કર્યો કે ફ્લાઈટની અંદર એક આતંકવાદી હાજર છે. ત્યારબાદ વિમાનમાં હોબાળો મચી ગયો. ફ્લાઈટ જેવી એરપોર્ટ પર લેન્ડ થઈ પોલિસે દાવો કરનાર મુસાફરની ધરપકડ કરી લીધી. ડાબોલિમ એરપોર્ટની આ ઘટના છે. અધિકારીએ જણાવ્યુ કે30 વર્ષનો મુસાફર માનસિક રીતે બિમાર છે. વિમાનમાંથી ઉતર્યા બાદ તેની ધરપકડ કરવામાં આવી છે, મામલાની તપાસ ચાલુ છે.

air india

ડાબોલિમ એરપોર્ટના અધિકારીઓએ જણાવ્યુ, આરોપી મુસાફરે કહ્યુ હતુ - 'હું સ્પેશિયલ સેલનો અધિકારી છુ અને પ્લેનમાં એક આતંકી છે..' ત્યારબાદ મુસાફરોમાં ખળભળાટ મચી ગયો. એક વરિષ્ઠ અધિકારીએ કહ્યુ કે ઘટના ગુરુવાર(22 ઓક્ટોબર)ની છે. જ્યારે એર ઈન્ડિયાની દિલ્લી-ગોવા ફ્લાઈટમાં હોબાળો મચી ગયો.

ડાબોલિમ એરપોર્ટ પોલિસ સ્ટેશન સાથે જોડાયેલ એક અધિકારીએ જણાવ્યુ કે જિયા ઉલ હક(30), જે માનસિક રીતે બિમાર છે તેની નકલી દાવા માટે ધરપકડ કરી લેવામાં આવી છે. આરોપી મુસાફરને સીઆઈએસએફ કર્મીઓ અને એર ઈન્ડિયાના કર્મચારીઓ દ્વારા એરપોર્ટની પોલિસને સોંપવામાં આવ્યો.

પોલિસે કહ્યુ કે મુસાફર માનસિક રીતે બિમાર છે. તેનો ઈલાજ માનવ ઉપચાર સંસ્થા અને સંબદ્ધ વિજ્ઞાન સંસ્થાન, નવી દિલ્લીમાં ચાલી રહ્યો છે. પોલિસે જણાવ્યુ કે તેને એક સરકારી હોસ્પિટલમાં તપાસ કરાવ્યા બાદ સ્થાનિક મેજિસ્ટ્રેટ સામે હાજર કરવામાં આવ્યો જ્યાંથી તેને પણજી સ્થિત મનોવિજ્ઞાન તેમજ માનવ વ્યવહાર સંસ્થામાં ભરતી કરવામાં આવ્યો છે.

Navratri 2020: નવરાત્રિના 7માં દિવસે થાય મા કાલરાત્રિની પૂજાNavratri 2020: નવરાત્રિના 7માં દિવસે થાય મા કાલરાત્રિની પૂજા

English summary
Terrorist in Air India's Delhi-Goa flight, arrested
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X