જમ્મુ-કાશ્મીર:પોલીસ પર આતંકી હુમલો,સબ ઇન્સ્પેક્ટર શહીદ

Written By:
Subscribe to Oneindia News

શુક્રવારે જમ્મુ-કાશ્મીરમાં જકૂરા હજરતબલ વિસ્તારમાં પોલીસ પર આંતકી હુમલો કરવામાં આવ્યો હતો. મળતી માહિતી અનુસાર, આ ઘટનામાં એક સબ ઇન્સ્પેક્ટર ઇમરાન અહમદ શહીદ થયા છે. આ સાથે જ એક પીએસઓ ઇજાગ્રસ્ત થયા હોવાના પણ સમાચાર છે. ગોળીબારમાં ઘાયલ થયેલ પીએસઓને સારવાર અર્થે શ્રીનગરની સ્કિમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે. કહેવાઇ રહ્યું છે કે, આતંકીઓ પોલીસ પાસેથી તેમના હથિયારો છીનવવાનો પ્રયત્ન કરી રહ્યાં હતા.

jammu kashmir

આ પહેલાં 13 નવેમ્બરના રોજ પણ જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓએ પોલીસ પર હુમલો કર્યો હતો. એ કાર્યવાહીમાં બે આતંકીઓ ઠાર મરાયા હતા. આતંકીઓએ અચાનક જ પોલીસ ટુકડી પર હુમલો કર્યો હતો અને જવાબી કાર્યવાહીમાં બે આતંકીઓ ઠાર મરાયા હતા. આ દરમિયાન એક પોલીસ કર્મી પણ ઘાયલ થયા હતા. આ ઘટના હંદવાડા વિસ્તારમાં બની હતી. આતંકીઓ તરફથી સતત આ રીતની ઘટનાઓને અંજામ આપવામાં આવી રહ્યો છે, એવામાં પોલીસ પણ તપાસ અભિયાનમાં વ્યસ્ત છે. આ બંને આતંકી સ્થાનિક નાગરિક હતા અને લશ્કર-એ -તોયબા સાથે જોડાયેલા હોવાનું સામે આવ્યું હતું.

English summary
Terrorists attack police party in Zakura Hazratbal area of Srinagar, Jammu Kashmir.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.