જમ્મુ-કાશ્મીરઃ એક દિવસમાં બીજો આતંકી હુમલો, 2 આંતકી ઠાર

Written By:
Subscribe to Oneindia News

જમ્મુ-કાશ્મીર ના પુલવામામાં ફરી એક વાર આતંકવાદીઓપોલીસ પર નિશાન સાધ્યું છે. રવિવારે બપોરે પુલવામાના પડમગોર ખાતે આતંકીઓએ પોલીસ દળ પર હુમલો કર્યો હતો. જો કે, આતંકીઓ પોલીસ દળને નુકસાન પહોંચાડવામાં અસફળ રહ્યા હતા. આ હુમલામાં બે આંતકી ઠાર મરાયા હતા. હુમલા બાદ પોલીસે આ આખા વિસ્તારની ઘેરાબંધી કરી હતી.

સવારે પણ કર્યો હતો હુમલો

આ પહેલા પણ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ પોલીસ દળને નિશાન બનાવી ચૂક્યા છે. આજે સવારે જ અત્યંત સુરક્ષિત મનાતા તવી પુલ વિસ્તારમાં ચાર સંદિગ્ધ આતંકવાદીઓએ પોલીસ કર્મચારી પણ હુમલો કર્યો હતો અને તેમની એકે-47 રાયફલ લઇ નાસી છૂટ્યા હતા.

જો કે, પોલીસે આ મામલે તુરંત કાર્યવાહી કરતાં ચારમાંથી એક આતંકવાદીની ધરપકડ કરી હતી. આ પકડાયેલા આતંકવાદીનું નામ મસૂલ અહમદ છે.

English summary
Terrorists attacked police search party in Padgampora, Pulwama, Jammu Kashmir. 2 terrorists killed
Please Wait while comments are loading...