પોલિસકર્મીઓ પર હુમલો કરી તેમની બંદૂક છીનવી આતંકવાદીઓ ફરાર

Subscribe to Oneindia News

જમ્મૂ-કાશ્મીરમાં થઇ રહેલા આતંકવાદી હુમલા બંધ થવાનુ નામ જ નથી લઇ રહ્યા. રવિવારે રાત્રે પણ જમ્મૂ-કાશ્મીરના અનંતનાગમાં આતંકવાદીઓ પોલિસકર્મીઓની બંદૂક લઇ ફરાર થઇ ગયા. આ પોલિસ કર્મીઓ ટીવી ટાવરની સુરક્ષામાં તૈનાત હતા જે ડલવાશ ગામમાં સ્થિત છે.

jammu

આ પોલિસકર્મીઓ અનંતનાગમાં સ્થિત ટીવી ટાવરની સુરક્ષા કરી રહ્યા હતા ત્યારે આતંકવાદીઓ ત્યાં પહોચ્યા અને પોલિસકર્મીઓની 5 બંદૂકો છીનવી લીધી. આ આતંકવાદીઓ સેનાના યુનિફોર્મમાં આવ્યા હતા.

તમને જણાવી દઇએ કે પાકિસ્તાનથી ભારતમાં આતંકવાદીઓની ઘૂસણખોરી હંમેશા થતી રહે છે, પરંતુ 29 સપ્ટેમ્બરે ભારત દ્વાર પાકિસ્તાનમાં સર્જીકલ સ્ટ્રાઇક કરાયા બાદ સીમામાં આતંકવાદી ઘૂસણખોરીનું પ્રમાણ ખૂબ વધી ગયુ છે.
સર્જીકલ સ્ટ્રાઇક બાદ અત્યાર સુધીમાં ઘણા આતંકવાદી હુમલા થઇ ચૂક્યા છે. એ પણ જણાવવામાં આવી રહ્યુ છે કે આતંકવાદી સંગઠન ભારતમાં કોઇ મોટા હુમલાની યોજના બનાવી રહ્યું છે.

English summary
Terrorists decamp after snatching five guns from policemen
Please Wait while comments are loading...