For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જમ્મુ કાશ્મીર આતંકવાદી હુમલો : આતંકવાદીઓએ ભારતીય લોકશાહી પર હુમલાનો પ્રયાસ કર્યો છે : PM મોદી

|
Google Oneindia Gujarati News

હઝિરાબાગ(ઝારખંડ), 6 ડિસેમ્બર : જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં લશ્કરના કેમ્પ પર આતંકવાદી હુમલાના બીજા દિવસે ઝારખંડના હજીરાબાદમાં એક રેલીને સંબોધતા ભારતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે કાશ્મીરમાં થયેલો હુમલો ભારતીય લોકતંત્ર પર હુમલો છે, પરંતુ દેશના જવાનોએ સુરક્ષા ખાતર તેમનો જીવ આપ્યો છે, તેમનું બલિદાન એળે નહીં જાય.

narendra modi

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મૂળ ઝારખંડના અને આ હુમલામાં શહીદ થયેલા કર્નલ સંકલ્પ કુમારને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. વડાપ્રધાને સભા સંબોધતા જણાવ્યું હતું કે 'કાશ્મીરની ચૂંટણીમાં લોકશાહીને મહત્વ આપી રહેલા મતદાતાઓને જોઈને વિદેશી તાકાતો દબાણમાં આવી ગઈ છે, આથી તેઓ અહીંના લોકોને ડરાવવા માટે આવા હુમલાઓ કરી રહ્યા છે.'

શુક્રવારે કાશ્મીરના વિવિધ ભાગોમાં થયેલા ચાર હુમલામાં લશ્કરના જવાનો, પોલીસ કર્મીઓ સહિત કુલ 21 લોકોના મૃત્યુ થયા હતા. મોદીએ કહ્યું, હું ઝારખંડના વીર જવાન સંકલ્પ કુમાર અને અન્ય બે બહાદુર જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. બીજી તરફ શ્રીનગરની મુલાકાતે ગયેલા આર્મી ચીફ જનરલ દલબીર સુહાગે પણ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

English summary
J&K terror attack: Terrorists tried to attack Indian democracy, says PM Narendra Modi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X