For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દુનિયામાં કેવી રીતે ફેલાયો કોરોના વાયરસ? થાઈલેન્ડની ગુફાઓમાં મળ્યા મહત્વના સુરાગ

થાઈલેન્ડમાં પણ શોધકર્તાઓએ ચામાચીડિયાને પકડીને તેમાં કોરોના વાયરસની શોધ કરી રહ્યા છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ ચીનના વુહાનથી શરૂ થયેલ કોરોના વાયરસ આખી દુનિયામાં ફેલાઈ ચૂક્યો છે. આ વાયરસથી અત્યાર સુધી 2 કરોડથી વધુ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે. આ વાયરસ ક્યાંથી આવ્યો અને કેવી રીતે ફેલાયો એ વાતના ઠોસ પુરાવા આજ સુધી નથી મળી શક્યા. વૈજ્ઞાનિક ચામાચીડિયાને આ વાયરસની ઉત્પત્તિનુ કારણ માને છે. જેના કારણે તેમના પર શોધ કરવામાં આવી રહી છે. થાઈલેન્ડમાં પણ શોધકર્તાઓએ હવે ગ્રામીણ વિસ્તારો તરફ આગળ વધ્યા છે અને ત્યાં ચામાચીડિયાને પકડીને તેમાં કોરોના વાયરસની શોધ કરી રહ્યા છે.

cave

રિપોર્ટ મુજબ દક્ષિણ ચીનના યુન્નાનમાં હાર્સશુ ચામાચીડિયામાં કોરોના વાયરસને મળતો આવતો વાયરસ મળ્યો હતો. થાઈલેન્ડમાં પણ હાર્સશૂ ચામાચીડિયાની 19 પ્રજાતિઓ મળી આવે છે પરંતુ તેમના પર અત્યાર સુધી કોઈ શોધ થઈ નથી. જેના કારણે શોધકર્તાએ હવે થાઈલેન્ડના ગ્રામીણ વિસ્તારો તરફ ગયા અને ત્યં તેમણે સાંઈ યોખ નેશનલ પાર્કમાં ટ્રેકિંગ કર્યુ. આ દરમિયાન તેમણે ત્રણ અલગ અલગ ગુફાઓમાં 200 ચામાચીડિયાઓને ફસાવવા માટે જાળ સ્થાપિત કરી. થોડા દિવસ બાદ તે પોતાના હેતુમાં સફળ રહ્યા.

વૈજ્ઞાનિકો મુજબ તેમણે ચામાચીડિયાઓના લાળ, લોહી અને મળના નમૂના લીધા છે. આ ઉપરાંત અન્ય બિમારીઓ ફેલાવનાર જાનવરો પર પણ રિસર્ચ કરવામાં આવ્યુ. સાથે જ તેમના નમૂના લેવામાં આવ્યા. આ રિસર્ચ ટીમનુ નેતૃત્વ સૉપોર્ન વચારાપલ્સડે કર્યુ હતુ જે 20 વર્ષથી ચામાચીડિયા પર રિસર્ચ કરી રહ્યા છે. તેમનુ માનવુ છે કે તેમને થાઈલેન્ડના ચામાચીડિયામાં એ જ વાયરસ મળી આવશે જે કોવિડ-19નુ કારણ બને છે. એવામાં ચામાચીડિયા આ વાયરસ લઈને દુનિયાના કોઈ પણ ખૂણે યાત્રા કરી શકે છે.

PM મોદીએ ટ્રાન્સપરન્ટ ટેક્સેશનઃ ઑનરિંગ ધ ઑનેસ્ટ કર્યુ લૉન્ચPM મોદીએ ટ્રાન્સપરન્ટ ટેક્સેશનઃ ઑનરિંગ ધ ઑનેસ્ટ કર્યુ લૉન્ચ

English summary
Thailand scientists trek in cave, collect sample of bats
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X