14 માં પ્રવાસી ભારતીય સંમેલનમાં પીએમ મોદીએ કહ્યુ બ્રેન-ડ્રેનને બ્રેન-ગેનમાં બદલવાનું છે

Subscribe to Oneindia News

બેંગલુરુમાં ચાલી રહેલ 14 માં પ્રવાસી ભારતીય સંમેલનનું ઉદઘાટન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યુ. આ સંમેલનને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યુ કે 14 માં પ્રવાસી ભારતીય દિવસને સંબોધતા ખુશી અનુભવી રહ્યો છુ. તેમણે કહ્યુ કે આ એક એવો પર્વ છે કે જેમાં હોસ્ટ પણ તમે છો અને ગેસ્ટ પણ તમે છો. પીએમએ કહ્યુ કે વિદેશોમાં ભારતીયોને માત્ર સંખ્યાને કારણે ઓળખવામાં નથી આવતા પરંતુ તેમના યોગદાન માટે તેમને સમ્માનિત કરવામાં આવે છે. તેમણે કહ્યુ કે પ્રવાસી ભારતીય જ્યાં પણ રહે તેને કર્મભૂમિ માને છે અને ત્યાં વિકાસના કામમાં યોગદાન આપે છે.

pm modi

આવો જાણીએ બીજુ શું કહ્યુ પીએમ મોદીએ..

ફિઝી, ગુયાના અને અન્ય કેરેબિયન દેશોમાં પીઆઇઓ કાર્ડ મળવામાં આવતી તકલીફોને દૂર કરીશુ.

વિદેશોમાં રહેતા કોઇ પણ ભારતીયની પોતાના ઘરથી દૂર ન થઇ જાય તેનું અમે ધ્યાન રાખીએ છીએ.

હું બધા પીઆઇઓ કાર્ડ ધારકોને પોતાના કાર્ડ ઓસીઆઇ કાર્ડમાં બદલવા માટે પ્રેરિત કરીશ.

અમારો ઉદ્દેશ છે કે તમે સુરક્ષિત જાવ, પ્રશિક્ષિત જાવ અને વિશ્વાસ સાથે જાવ.

અમે દેશની બહાર ભારતીયોને ઉમદા અવસર અપાવવાના ઉદ્દેશથી એક સ્કિલ ડેવલપમેંટ પ્રોગ્રામ કૌશલ વિકાસ યોજના લોંચ કરીશુ.

અમે વિદેશમાં વધુ સારા આર્થિક અવસરોની શોધમાં જતા કામગારો માટે 'અધિકતમ સુવિધા અને ન્યૂનતમ અસુવિધા' સુનિશ્ચિત કરવા ઇચ્છીએ છીએ.

વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ ઘણી સક્રિય ભૂમિકા નિભાવી રહ્યા છે અને બધા પ્રવાસી ભારતીયોની સમસ્યાઓને સોશિયલ મીડિયાના માધ્યમથી ઉકેલી રહ્યા છે.

બધા ભારતીયોની સુરક્ષા અમારી પ્રાથમિકતા છે. અમે પાસપોર્ટનો કલર નથી જોતા, લોહીનો સંબંધ જોઇએ છીએ.

વિકાસ યાત્રામાં પ્રવાસી ભારતીય પણ અમારી સાથે છે. અમે બ્રેન-ડ્રેનને બ્રેન-ગેનમાં બદલવા ઇચ્છીએ છીએ.

તમને જણાવી દઇએ કે આ સંમેલનમાં ભાગ લેવા માટે વિદેશ રાજ્યમંત્રી જનરલ વી કે સિંહ, ભાજપ નેતા અનંત કુમાર, રાજ્યના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા વગેરે મંચ પર હાજર હતા. આ પહેલા કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ આ અંગે પોતાના પ્રવચનમાં કહ્યુ કે મહાત્મા ગાંધીએ કર્ણાટકના 14 પ્રવાસ કર્યા હતા અને આજે 14 મુ પ્રવાસી સંમેલન ઉજવવામાં આવી રહ્યુ છે. તેમણે કહ્યુ કે વિદેશી રોકાણના ક્ષેત્રમાં કર્ણાટક ઘણુ સારુ રહ્યુ છે. તેમણે કહ્યુ કે વર્લ્ડ બેંકે કર્ણાટકમાં રોકાણને પ્રોત્સાહન આપ્યુ છે. તેમણે વિભિન્ન ક્ષેત્રોમાં કર્ણાટકના વિકાસની વાત કહી. વળી, બેંગલુરુને સૌથી સારા શહેરોમાંનું એક ગણાવ્યુ.

English summary
The 14th Pravasi Bhartiya Divas, celebrating Indian diaspora across the world, kicked off in style
Please Wait while comments are loading...