For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અલ-કાયદા ચિફે મુસ્કાનના વખાણ કર્યાં, પિતાએ કહ્યું- એ શખ્સને હું નથી જાણતો

અલ-કાયદા ચિફે મુસ્કાનના વખાણ કર્યાં, પિતાએ કહ્યું- એ શખ્સને હું નથી જાણતો

|
Google Oneindia Gujarati News

આતંકી સંગઠન અલ કાયદા તરફથી તેના મુખિયા અયમાન અલ જવાહરીએ એક વીડિયો જાહેર કરી કર્ણાટકના કોલેજમાં મુસ્કાન નામની વિદ્યાર્થિનીના વખાણ કર્યાં છે. જેવી રીતે વિદ્યાર્થિનીએ કર્ણાટક હિજાબ વિવાદ દરમિયાન સ્કૂલમાં રાઇટ વિંગનો સામનો કર્યો હતો તે બાદ અલેકાયદા ચીફે આ વિદ્યાર્થિનીના વખાણ કર્યાં હતાં. જ્યારે વિદ્યાર્થિની મુસ્કાન ખાનના પિતાએ અલ કાયદા ચીફના નિવેદનને ખોટું ગણાવતા કહ્યું કે અમે ભારતમાં શાંતિપૂર્ણ રીતે રહી રહ્યા છીએ.

muskan khan

મુસ્કાનના પિતા મોહમ્મદ હુસૈન ખાને કહ્યું કે આવા પ્રકારના નિવેદન તેમના પરિવારની શાંતિને ભંગ કરે છે, અમે ઈચ્છીએ છીએ કે પોલીસ અને રાજ્ય સરકાર આ સમગ્ર મામલે તપાસ કરે અને હકીકત સામે લાવે. આ વીડિયો વિશે અમને કંઈ ખબર નથી, એ કોણ છે અમે નથી જાણતા, અમે આજે પહેલીવાર એને જોયો છે. તેણે અરબી બાષામાં કંઈક કહ્યું છે, અહીં અમે અમારા ભાઈઓ સાથે પ્રેમ અને સમ્માનથી રહી રહ્યા છીએ.

જેવી રીતે વીડિયોમાં અલ જવાહરીએ મુસ્કાનના વખાણ કર્યાં છે તેના પર સવાલ પૂછવા પર પિતાએ કહ્યું કે લોકો જે કંઈપણ ઈચ્છે છે તે કહે છે, આનાથી કારણવીના સમસ્યા શરૂ ઉભી થાય છે. અમે આ દેશમાં શાંતિપૂર્ણ રહી રહ્યા છીએ, અમે નથી ઈચ્છતા કે તેઓ અમારા વિશે વાત કરે કેમ કે તેઓ અમારી સાથે જોડાયેલા નથી. આ ખોટું છે, અમારી વચ્ચે દૂરી વધારવા માટે આ કહેવામાં આવ્યું છે. જણાવી દઈએ કે વીડિયોમાં અલ જવાહરી અરબી ભાષામાં કહે છે અમારી મુજાહિદ બહન ઘણી તાકાતવર છે. અલ્લાહ તેને હિંદુ રાષ્ટ્ર ભારતની સચ્ચાઈ સામે લાવવા માટે ઈનામ આપે.

પિતાએ જણાવ્યું કે મુસ્કાને પણ આ વીડિયો જોયો છે અને જવાહરીએ જે કંઈપણ કહ્યું છે તે સંપૂર્ણપણે ખોટું છે, મુસ્કાન હજી પણ વિદ્યાર્થિની છે, તે ભણવા માંગે છે. બીજી તરફ જેવી રીતે એક વર્ગે આ મામલાની તપાસની માંગ કરી છે, તેના પર પિતાએ કહ્યું કે તપાસ થવા દો, અહીં કાનૂન છે, પોલીસ અને સરકાર તેના માટે જ છે. જ્યારે વીડિયો વિશે કર્ણાટકના ગૃહમંત્રીએ કહ્યું કે આ સાબિત કરે છે કે આમાં કંઈ ના દેખાતા લોકોનો પણ હાથ છે. પોલીસ વિભાગ આના પર નજર રાખી રહી છે.

English summary
The al-Qaeda chief praised Muskan, the father said - "I don't know that person."
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X