For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

છત્તીસગઢમાં બધા જ ભાજપી સાંસદોની ટિકિટ કપાઈ, રમણ સિંહનો દીકરો પણ રેસથી બહાર

છત્તીસગઢમાં બધા જ ભાજપી સાંસદોની ટિકિટ કપાઈ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીમાં મળેલ હાર બાદ ભાજપે લોકસભા ચૂંટણી 2019 માટે ઉમેદવારોની પસંદગીમાં ભારે ચર્ચા-વિચારણા કરીને નામનું એલાન કરવાાં આવ્યું છે. ભાજપે છત્તીસગઢથી પોતાના તમામ હાજર સાંસદોની ટિકિટ કાપી છે. પાર્ટીએ પ્રદેશના તમામ હાજર 10 સાંસદોને આ વખતે ટિકિટ નથી આપી. વર્ષ 2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપે આ રાજ્યથી 10 લોકસભા સીટ જીતી હતી.

raman singh

ભાજપે રવિવારે છત્તીસગઢની 6 લોકસભા સીટ માટે ઉમેદવારોના નામનં એલાન કરી દીધું, જેમાંથી પાર્ટીએ કોઈપણ સીટ પર જૂના ઉમેદવારોનું નામ એલાન કર્યું નથી. રવિવારે કોરબા, બિલાસપુર, રાજનાંદગાંવ, દુર્ગ, રાયપુર, મહાસમુંદ, કોરબા પર પાર્ટીએ ઉમેદવારોના નામની ઘોષણા કરી છે.

ભાજપે રાજનાંદગાંવ લોકસભા સીટથી આ વખતે પાર્ટીએ હાજર સાંસદો અને પૂર્વ ડૉ. રમણ સિંહના દીકરા અભિષેક સિંહની ટિકિટ પણ કાપી લીધી. આ વખતે તેમની જગ્યાએ સંતોષ પાંડેને ટિકિટ આપવામાં આવી છે. જ્યારે રાયપુર લોકસભા સીટથી ભાજપે સુનીલ સોનીને ઉમેદવાર બનાવ્યા છે, જ્યારે 2014ની લોકસભા ચૂંટણીમાં રમેશ વૈશ્યએ આ સીટથી જીત હાંસલ કરી હતી.

પાર્ટીએ અગાઉ 21 માર્ચે 5 લોકસભા સીટ માટે ઉમેદવારોના નામનું એલાન કર્યું હતું. જેમાં પાર્ટીએ જૂના સાંસદોને આરાપ આપી નવા ચેહરાઓને મોકો આપ્યો છે. માનવામાં આવી રહ્યું છે કે વિધાનસભા ચૂંટણીમાં મળીને હાર બાદ પાર્ટીએ આ ફેસલો કર્યો છે.

આ પણ વાંચો- લોકસભા ચૂંટણી 2019: ભાજપે યુપી માટે 'મોદી પ્લાન' બનાવ્યો

English summary
The BJP has dropped former Chhattisgarh Chief Minister Raman Singh's son and the sitting MP, Abhishek Singh, from its list of candidates who would be contesting the Lok Sabha polls in Chhattisgarh.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X