બીએસએફનું એલાન, આ દિવાળીએ પાકિસ્તાની સેનાને મિઠાઇ નહિ આપીએ

Posted By: Staff
Subscribe to Oneindia News

સીમા પર કડવાશ એટલી બધી વધી ગઇ છે કે સીમા સુરક્ષાબળ (બીએસએફ) એ પાકિસ્તાનને તેની જ ભાષામાં જવાબ આપવાનો નિર્ણય કર્યો છે. બીએસએફ એ એલાન કર્યુ છે કે આ વખતે દિવાળીના અવસર પર પાકિસ્તાન સાથે મિઠાઇઓનું આદાન-પ્રદાન નહિ થાય.

bsf

તમને જણાવી દઇએ કે દર વખતે એવુ થતુ કે દિવાળીના અવસર પર બીએસએફ જવાન પાકિસ્તાની સેના સાથે મિઠાઇઓનું આદાન-પ્રદાન કરે છે. જાણકારી મુજબ પાકિસ્તાન તરફથી સતત થઇ રહેલ સીઝફાયર અને આતંકવાદીઓને આપવામાં આવી રહેલ સુરક્ષાને કારણે ભારતીય સેનાએ આમ કરવાનો નિર્ણય કર્યો છે.

ઉરી આતંકવાદી હુમલા બાદ વધ્યો તણાવ

પાકિસ્તાનથી આવેલા આતંકવાદીઓએ જમ્મૂ-કાશ્મીરના ઉરીમાં 18 સપ્ટેમ્બરે સેનાની છાવણીમા હુમલો કર્યો હતો, જેમાં 19 જવાન શહીદ થઇ ગયા હતા. જેના જવાબમાં ભારતે 28-29 સપ્ટેમ્બરની રાતે સર્જીકલ સ્ટ્રાઇક કરી હતી. ત્યારબાદથી પાકિસ્તાન સતત સીઝફાયરનું ઉલ્લંઘન કરી રહ્યુ છે.

English summary
the Border Security Force (BSF) will not be exchanging sweets with the Pakistan Rangers
Please Wait while comments are loading...