For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પેગાસસ કાંડ:કેન્દ્રએ રાહુલ ગાંધીની માંગ ઠુકરાવી, કોઈ તપાસ નહીં કરે કેન્દ્ર

કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીની પેગાસસ જાસૂસી કેસમાં હાઈ લેવલ તપાસની માંગણી કેન્દ્ર સરકારે ઠુકરાવી છે. રાહુલ ગાંધીએ પેગાસસ જાસૂસી કેસમાં આક્રમક તેવર સાથે અમિત શાહના રાજીનામાં અને ન્યાયિક તપાસની માંગ કરી હતી.

|
Google Oneindia Gujarati News

કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીની પેગાસસ જાસૂસી કેસમાં હાઈ લેવલ તપાસની માંગણી કેન્દ્ર સરકારે ઠુકરાવી છે. રાહુલ ગાંધીએ પેગાસસ જાસૂસી કેસમાં આક્રમક તેવર સાથે અમિત શાહના રાજીનામાં અને ન્યાયિક તપાસની માંગ કરી હતી. આ અંગે કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય કુમારે કહ્યું કે, આ મામલે એવું કાંઈ છે જ નહીં, જેના આધારે તપાસ થઈ શકે.

rahul gandhi

ગૃહ રાજ્યમંત્રી અજય કુમારે એનડીટીવી સાથેની વાતચીતમાં જણાવ્યું કે, અમે (કેન્દ્ર સરકાર) સ્પાયવેર કેસમાં દરેક બાબતે સ્પષ્ટતા કરી છે. તપાસ માટે કોઈ મુદ્દો નથી. જે લોકો આક્ષેપો કરી રહ્યા છે તેઓ અહીં રાજકીય નિષ્ફળતા કાઢી રહ્યા છે. તેમની પાસે બીજો કોઈ મુદ્દો નથી. તેથી જ આ મામલો ઉઠાવી રહ્યા છે.

રાહુલ ગાંધીએ શુક્રવારે પેગાસસ મુદ્દે સંસદ ભવન સામે એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી. રાહુલે કહ્યું કે પેગાસસને ઇઝરાઇલ દ્વારા શસ્ત્રની કેટેગરીમાં રાખવામાં આવ્યું છે. આ હથિયારનો ઉપયોગ દેશ પર કરવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં ગૃહમંત્રીએ રાજીનામું આપવું જોઈએ. વડાપ્રધાન અને ગૃહ મંત્રાલય સિવાય કોઈ તેને અધિકૃત કરી શકશે નહીં. સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ ગૃહમંત્રી અને વડા પ્રધાન વિરુદ્ધ ન્યાયિક તપાસ થવી જરૂરી છે.

રાહુલે કહ્યું કે મારો ફોન ટેપ કરાયો હતો. તે ફક્ત મારી ગોપનીયતા વિશે નથી. હું વિપક્ષનો નેતા છું અને લોકોનો અવાજ ઉઠાઉ છું. લોકોના અવાજ પર આ હુમલો છે. રાહુલે કહ્યું કે જો અમારી સરકારે આ ન કર્યું હોય તો તપાસ વધુ જરૂરી બને છે, જેથી આપણા દેશમાં કોણ જાસૂસી કરી રહ્યું છે તે શોધી શકાય.

English summary
The Center has rejected a demand for a high-level probe into Congress MP Rahul Gandhi's Pegasus espionage case.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X