
માનવ સંસાધન વિભાગ સાથે પ્રધાનમંત્રી મોદીની બેઠક બાદ PMO પર ટ્વીટ કરીને આપી માહિતી
નોકરી વાંચ્છુક યુવાનો માટે આગામી દોઢ વર્ષમાં 10 લાખ સરકારી ભરતીની કરવા આવશે. PMO એ આ અંગે ટ્વીટ કરીને દેશની જનતાને મહિતી આપી હતી. પ્રધાનમંત્રના ઓફિસય ટ્વીટર પર આપવામાં આવેલ માહિતી મુજબ પીએમ મોદીએ માનવ સંસાધન (હ્યુમન રિસોર્સ) ના તમામ વિભાગ સાથે રિવ્યૂ મીટિંગ કરી હતી. અને આવનારા દોઢ વર્ષમાં 10 લાખ યુવાનોની ભરતી કરવા માટે આદેશ આપ્યો હતો.

ગત વર્ષે લાખો પદો ખાલી હતા
ગત વર્ષે કેન્દ્રીય પ્રધાન જિતેન્દ્ર સિંહે રાજ્યસભામાં એક પ્રશ્નના જવાબમાં કહ્યું હતું કે, 1 માર્ચ, 2020 સુધીમાં, કેન્દ્ર સરકારના વિભાગોમાં 8.72 લાખ પદો ખાલી છે. આવી સ્થિતિમાં, સ્પષ્ટ છે કે, હાલમાં આ આંકડો વધીને 10 લાખની નજીક પહોંચી ગયો હશે, જેના પર પીએમ નરેન્દ્ર મોદીએ ભરતીનો આદેશ આપ્યો છે.

કેટલી જગ્યાઓ હજી ખાલી?
રાજ્યસભામાં સરકાર દ્વારા ગત વર્ષે સરકારના વિવિધ વિભાગોમાં ખાલી પડેલા પદોની માહિતી આપવામાં આવી હતી. જિતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારના તમામ વિભાગોમાં કુલ 40 લાખ 4 હજાર પદો છે, જેમાંથી લગભગ 31 લાખ 32 હજાર કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી છે. આ રીતે 8.72 લાખ જગ્યાઓ પર ભરતીની જરૂર છે.

8 વર્ષ પુરા થતા મોદી સરકારની મોટી જાહેરાત
2016-17થી 2020-21 દરમ્યાન ભરતીના આંકડા આપતા જિતેન્દ્ર સિંહે કહ્યું હતું કે, SSCમાં કુલ 2,14,601 કર્મચારીઓની ભરતી કરવામાં આવી છે. આ સિવાય RRBએ 2,04,945 લોકોને એપોઇન્ટમેન્ટ આપી છે. જ્યારે યુપીએસસીએ પણ 25,267 ઉમેદવારોની પસંદગી કરી છે.
કેન્દ્રમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સરકારને 8 વર્ષ પુરા થયા જેમા સરકાર પોતાના 8 વર્ષા યોજનાઓ અને પાતાની કામગીરી ગણાવી રહી છે પરંતુ વિરોધ પક્ષો દ્વારા રોજગારી શિક્ષણને લઇને હમેશા મોદી સરકારને ઘરેવાનો પ્રયાસ કરે છે. ખાસ કરીને નોટબંધી અને જીએસટીના અમલ બાદ રોજગારીને લઇને વિરોધ પક્ષો દ્વારા ખાસ સવાલ કરવામાં આવતા હતા.