8 જૂનથી ખુલશે મંદિરોના કપાટ, નહિ મળે પ્રસાદ, જાણી લો નવા નિયમ

8 જૂનથી દેશભરમાં મંદિર અને ધાર્મિક સ્થળો ખુલી જશે. આવો જાણીએ કેન્દ્ર સરકારના નિયમ વિશે...

8 જૂનથી દેશભરમાં મંદિર અને ધાર્મિક સ્થળો ખુલી જશે. મંદિરો ખોલતા પહેલા ગૃહ મંત્રાલયે નવી ગાઈડલાઈન અને માનક સંચાલન પ્રક્રિયા જારી કરી છે. કેન્દ્ર સરકાર દ્વા્રા જારી કરવામાં આવેલ SOP મુજબ મંદિરોમાં હવે ના તો તમને પ્રસાદ મળશે અને ના પવિત્ર જળનો છંટકાવ તમારા ઉપર થશે. એટલુ ન નહિ તમે ભગવાનને સ્પર્શ પણ નહિ કરી શકો. આવો જાણીએ કેન્દ્ર સરકારના નિયમ વિશે...

મંદિરોમાં નહિ મળે પ્રસાદ

મંદિરોમાં નહિ મળે પ્રસાદ

કેન્દ્ર સરકાર દ્વારા જારી કરવામાં આવેલ નવા એસઓપી મુજબ 8 જૂનથી મંદિર અને ધાર્મિક સ્થળો ખુલી જશે પરંતુ હવે તમારે પૂજા કરવાની રીત બદલવી પડશે. મંદિરોમાં પ્રવેશ માટે તમારે માસ્ક પહેરવુ અનિવાર્ય રહેશે. મંદિરના પ્રાંગણમાં પ્રવેશ પહેલા હેન્ડ સેનિટાઈઝરનો ઉપયોગ કરવાનો રહેશે. વળી, ભક્તો અને શ્રદ્ધાળુઓએ સોશિયલ ડિસ્ટંસીંગના નિયમનુ પાલન કરવાનુ રહેશે. એટલુ જ નહિ મંદિરોમાં પ્રવેશ માટે તમારી પાસે આરોગ્ય સેતુ એપ પણ હોવી જોઈએ.

મંદિરો માટે નવી ગાઈડલાઈન્સ - નહિ મળે પ્રસાદ

મંદિરો માટે નવી ગાઈડલાઈન્સ - નહિ મળે પ્રસાદ

  • મંદિરોમાં પ્રવેશ માટે શ્રદ્ધાળુઓની થર્મલ સ્ક્રીનિંગ અનિવાર્ય છે.
  • માત્ર તંદુરસ્ત લોકોને જ મંદિરમાં જવાની મંજૂરી મળશે.
  • વળી, મંદિરોમાં કોરોના વાયરસના સંક્રમણથી બચવા માટે જાગૃકતાવાળા પોસ્ટર અને સંદેશ લગાવવાના રહેશે.
  • શ્રદ્ધાળુઓની સંખ્યા નિશ્ચિત હશે. તમે પોતાના જૂતા-ચંપલ મંદિરની બહાર નહિ ઉતારી શકો. તમે પોતાના ચંપલ ગાડીમાં અથવા યોગ્ય અંતરે અલગ રાખવાના રહેશે.
  • મંદિરોમાં શ્રદ્ધાળુઓની લાઈન માટે યોગ્ય અંતરે માર્ક કરવાનુ રહેશે.
નહિ અડી શકો ભગવાનની મૂર્તિ

નહિ અડી શકો ભગવાનની મૂર્તિ

  • ભગવાનની મૂર્તિને તમે હવે સ્પર્શી નહિ શકો.
  • વળી, તમને મંદિરમાં ન તો પ્રસાદ મળશે અને ના પવિત્ર જળ.
  • મંદિરો અને ધાર્મિક સ્થળોમાં પ્રવેશ અને બહાર જવા માટે અલગ અલગ વ્યવસ્થા રાખવાની રહેશે.
  • મંદિરોમાં ભજન અને ગાયક મંડળી પર પ્રતિબંધ રહેશે.
  • વળી, મંદિરોમાં પૂજા માટે તમારે પોતાના ઘરેથી આસન લાવવાનુ રહેશે.
  • મંદિર અને મંદિર પ્રાંગળને દિવસમાં ઘણી વાર ધોવુ પડશે.
  • જો મંદિરમાં એસી લગાવવુ હોય તો તેનુ તાપમાન 24થી 30 ડિગ્રી વચ્ચે રાખવાનુ રહેશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X