For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અયોધ્યા ચુકાદા પહેલા કોંગ્રેસે બોલાવી CWCની ઈમરજન્સી બેઠક

કોંગ્રેસના મોટા નેતા અયોધ્યા કેમાં સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવવાના પગલે શનિવારે સવારે બેઠક કરશે અને પોતાની આગળની રણનીતિ પર ચર્ચા વિચારણા કરશે.

|
Google Oneindia Gujarati News

કોંગ્રેસના મોટા નેતા અયોધ્યા કેમાં સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવવાના પગલે શનિવારે સવારે બેઠક કરશે અને પોતાની આગળની રણનીતિ પર ચર્ચા વિચારણા કરશે. કોંગ્રેસ મહાસચિવના સી વેણુગોપાલે જણાવ્યુ કે, 'કોંગ્રેસ કાર્યકારી સિતિ (સીડબ્લ્યુસી)ની બેઠક આજે 9 નવેમ્બર સવારે થશે. જ્યારે આ બેઠકરવિવારે યોજાવાની હતી. વેણુગોપાલે ટ્વિટ કર્યુ, સીડબ્લ્યુસીની બેઠક પુનર્નિર્ધારિત કરવામાં આવી છે અને તે નવ નવેમ્બર સવારે 9 વાગે 10 જનપથ પર થશે. બેઠકમાં સીડબ્લ્યુસીના સભ્ય, સ્થાયી સભ્ય, આમંત્રિત સભ્ય અને વિશેષ સમ્માનિત સભ્ય ભાગ લેશે.'

congress

સૂત્રો મુજબ પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધીના નિવાસ સ્થાને થઈ રહેલી આ બેઠકમાં ગાંધી પરિવારની એશપીજી સુરક્ષા પાછી લેવા અને અમુક અન્ય મુદ્દાઓ પર પણ ચર્ચા થઈ શકે છે. સૂત્રો મુજબ રાહુલ ગાંધી પણ દિલ્લી પાછા આવી ચૂક્યા છે. તે પણ આમાં શામેલ થઈ શકે છે. કોંગ્રેસના જાણકાર સૂત્રો મુજબ આ બેઠકમાં મહત્વના મુદ્દાઓ પર રણનીતિ વિશે ચર્ચા થઈ શકે છે. એક વિષય આ મહિને શરૂ થઈ રહેલ સંસદના શિયાળુ સત્ર છે. પાર્ટીએ આ સત્ર માટે પોતાની રણનીતિ બનાવવાન છે.

આ એટલા માટે પણ મહત્વની છે કારણકે છેલ્લા સત્રમાં કોંગ્રેસ અને બીજી વિપક્ષી પાર્ટીઓમાં બિલકુલ તાલમેલ નહોતુ દેખાયુ. ઘણી વિપક્ષી પાર્ટીઓએ ઘણા મુદ્દાઓ પર સરકારનો સાથ આપ્યો. એટલા માટે જણાવવામાં આવી રહ્યુ છે કે વિપક્ષ સાથે તાલમેલ સારો કરવાની રણનીતિ પર આમાં ચર્ચા થશે. એક મહત્વનો વિષય અયોધ્યા પર આવનારા સુપ્રીમ કોર્ટનો ચુકાદો રહેશે. કોંગ્રેસના નેતા ઈચ્છે છે કે આના પર પહેલેથી પાર્ટીનુ વલણ સ્પષ્ટ હોવુ જોઈએ જેથી ચુકાદા બાદ કોઈ કન્ફ્યુઝન ન થાય.

ધ્યાન રહે જમ્મુ કાશ્મીરને વિશેષ દરજ્જો ખતમ કરવા માટે બંધારણીય અનુચ્છેદ 379ની જોગવાઈને હટાવવાના કેન્દ્ર સરકારના ચુકાદા પર પાર્ટી એકદમ અંધારામાં હતી. આનુ પરિણામ એ થયુ કે પાર્ટીના નેતા અલગ અલગ નિવેદન આપતા રહ્યા. કોઈએ આનુ સમર્થન કર્યુ તો કોઈએ આનો વિરોધ કર્યો તો કોઈએ અલગ કહ્યુ. આ વખતે આવુ ન થાય એટલા માટે પોતાની રણનીતિ બનાવી રહી છે.
રામજન્મભૂમિ બાબરી મસ્જિદ કેસમાં ચુકાદો આજે આવવાના કારણ સમગ્ર દેશમાં સુરક્ષા વ્યવસ્થા કડક કરી દેવામાં આવી છે. પીએમ મોદી વિવિધ ધર્મગુરુઓને લોકોને શાંતિજાળવી રાખવા તથા ન્યાયાલયના ચુકાદાનુ સમ્માન કરવાની અપીલ કરી છે. દિલ્લીમાં ચુકાદો સંભળાવનાર બંધારણીય પીઠના પાંચ જજોના નિવાસસ્થાને સુરક્ષા કડક કરી દેવામાં આવી છે. દિલ્લી પોલિસના અધિકારીઓએ આ માહિતી આપી.

આ પણ વાંચોઃ કરતારપુર કૉરિડોરઃ પીએમ મોદી કરશે ચેકપોસ્ટનુ ઉદઘાટન, ગુરુદ્વારા બેર સાહેબમાં ટેકવશે માથુઆ પણ વાંચોઃ કરતારપુર કૉરિડોરઃ પીએમ મોદી કરશે ચેકપોસ્ટનુ ઉદઘાટન, ગુરુદ્વારા બેર સાહેબમાં ટેકવશે માથુ

English summary
the Congress is to formalise its strategy on the Ayodhya verdict with the Congress Working Committee (CWC) will meet on Saturday
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X